ચીનનાં બેલ્ટ & રોડ ઇનીસેટીવની 100 થી વધુ દેશોનાં પ્રતિનિધિઓ સામેલ થશે. એક વરિષ્ઠ ચીની અધિકારીએ જણાવ્યું હતું કે આ બેઠકમાં લગભગ 40 દેશોની સરકારના નેતાઓ પણ સામેલ થશે.ચીને પ્રથમ BRI બેઠક 2017માં યોજી હતી. આ ચાઇનાનાં રાષ્ટ્રપતિની સૌથી પસંદગીની યોજના છે.
આ યોજનાનો ઉદ્દેશ સમગ્ર વિશ્વમાં ચીનના રોકાણથી મૂળભૂત યોજનાઓનો વિકાસ કરીને ચીનનાં પ્રભુત્વને ફેલાવવાનો છે. ચીનની ચીન – પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર વિવાદાસ્પદ PoKમાંથી પસાર થયા છે જેને કારણે ભારતે BRIની પ્રથમ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. ચીનમાં ભારતીય રાજદૂત વિક્રમ મિસરીએ હમણાં જ ચીની મીડિયાને આપેલ ઇન્ટરવ્યૂમાં દ્વિતીય BRI બેઠકનો પણ બહિષ્કાર કરવાની વાત કહી હતી
ચીનના સ્ટેટ કાઉન્સિલર યાંગ જેઈચીએ સરકારી એજન્સી શિન્હુઆને કહ્યું હતું કે 40 દેશોની સરકારોના નેતાઓ સહીત 100થી વધુ દેશોનાં પ્રતિનિધિઓ દ્વિતીય BRI બેઠકમાં સામેલ થશે. આ ઉપરાંત પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને રશિયાના પ્રમુખ પણ આ બેઠકમાં ભાગ લઇ શકે તેવી શક્યતા છે. જો કે ભારત – અમેરિકા સહીત ઘણા દેશોએ ચાઈનાની આ યોજનાનો વિરોધ કરેલ છે.
અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ જણાવ્યું હતું કે દુનિયાના ઘણાં દેશોમાં ચીનના કનેક્ટિવિટી પ્રોજેક્ટ (બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ) તે દેશો માટે આર્થિક કનિદૈ લાકિઅ સહયોગ ઓછો અને રાષ્ટ્રીય સુરક્ષાનો ખતરો વધુ છે. નેશનલ રિવ્યૂ ઈન્સ્ટિટ્યૂટની 2019 આઈડિયા સમિટમાં લેખક અને પત્રકાર રિચ લોરી સાથેની વાતચીતમાં કનિદૈ લાકિઅ પોમ્પિયોએ જણાવ્યું અકિલા હતું કે, તે દક્ષિણ ચીન સાગરમાં એટલા માટે આગળ વધી રહ્યા છે કે તેમને નેવિગેશનની આઝાદી જોઈએ છે. દુનિયાભરમાં બંદરો કનિદૈ લાકિઅ બનાવવા પાછળનો ઉદ્દેશ સારા શિપબિલ્ડર બનવાનો નથી, પરંતુ ઘણાં પગલા સંબંધિત દેશો માટે રાષ્ટ્રીય સુરક્ષાથી જોડાયેલા છે. તેમણે જણાવ્યું કે, BRI કનિદૈ લાકિઅ સાથે પણ એવું જ છે.

