નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટ બેઠક પૂર્ણ થતા મંત્રીઓ અત્યારે પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. લાઇવ અપડેટ માટે તમે દિવ્યભાસ્કર.કોમ સાથે જોડાયેલા રહો. નીચે પ્રમાણેની અમુક મુખ્ય જાહેરાત કરવામાં આવી હતી. આ સમયે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને પ્રકાશ જાવડેકરે સંબોધન કર્યું હતું.
15 હજાર 700 નવા ડોક્ટરોની ભરતી થશે
75 નવી મેડિકલ કોલેજ ખોલવામાં આવશે
કોલેજમાં 15700નવી સીટ નિર્માણ કરવામાં આવશે
2014-19 વચ્ચે 286 બિલિયન ડોલરનું રેકોર્ડ FDI ભારતમાં આવ્યું છે
કોલ માઇનિંગ અને તેની પ્રોસેસિંગમાં 100 ટકા FDIની મંજૂરી
શેરડી ઉગાડતા ખેડૂતોને સબ્સિડી આપવામાં આવશે
પ્રિન્ટ અને ડીજીટલ મીડિયામાં 26 ટકા FDIને મંજૂરી
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગમાં ઓટોમેટિક રૂટથી 100 ટકા FDI મંજૂર કરવામાં આવી છે. તે સિવાય પ્રિન્ટ અને ડિજીટલ મીડિયામાં 26 ટકા FDIની મંજૂરી આપવામાં આવી છે.

