બોરિસ જોન્સન અથવા તો જેરેમી હંટ, એ બે માંથી કોઇપણ એકને બ્રિટનના આગામી વડા પ્રધાન તરીકે 23 જુલાઇએ જાહેર કરાશે, એમ બ્રિટનના શાસક પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીએ આજે કહ્યું હતું.
થેરેસા મેની જગ્યાએ કન્ઝર્વેટિવ પક્ષના વડા અને ત્યાર પછી વડા પ્રધાન બનાનાર અંગે પક્ષે કોઇ સંકેત આપ્યો નહતો કે તેની પસંદગી અંગે કોઇ સમયની મર્યાદા પણ કહી ન હતી. ઉપરાંત ટોરી નેતા ક્યારે શપથ લેશે તે અંગે પણ મૌન જાળવ્યું હતું.
‘કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતાના નામની જોહરાત 23 જુલાઇના રોજ કરાશે. બંને ઉમેદવારોએ આ પ્રક્રિયા અંગે સંમંતી દર્શાવી હતી’એમ પક્ષ દ્વારા એક ટુંકા નિવેદનમાં કહેવામં આવ્યું હતું.પક્ષના 313 સાંસદો પૈકી દસમાંથી બે નેતાઓને પસંદ કરાયા હતા.
છટ્ટી જુલાઇ થી આઠમી જુલાઇ વચ્ચે સમગ્ર બ્રિટનમાં ટોરીના 166000 સભ્યોને પોસ્ટલ બેલેટ મોકલવાની શરૂઆત કરાશે. 22 જુલાઇએ સાંજના પાંચ વાગે મતદાન પુરૂં થશે અને ત્યાર બાદ બીજા દિવસે પરિમામની જાહેરાત કરવા મત ગણતરી કરાશે.
પક્ષના સભ્યોમાંથી જેને પચાસ ટકા કરતાં વધુ મત મળશે તેને ટોરી પક્ષના નેતા તરીકે જાહેર કરાશે. અહેવાલો અનુસાર, નવો નેતા તાત્કાલિક ઘોરણે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં જાય તેની શક્યતા ઓછી છે. થોડા દિવસોની રાહ જોયા પછી જ કાર્યભાર સંભાળશે. બ્રિટનની સંસદના સત્રની શરૂઆત 25 જુલાઇથી શરૂ થશે. એનો અર્થ એ થયો કે નવા વડા પ્રધાન આમ સભામાં સાંસદોનો સપ્ટેમ્બર પહેલાં સામનો નહીં જ કરે.