સલમાન ખાન વધુએક કોરિયન ફિલ્મની રીમેકમાં કામ કરશે ?

ફિલ્મ જગત

સલમાન ખાને સાઉથ કોરિયન ફિલ્મની રિમેક ‘ભારત’માં કામ કર્યું છે જે ‘ઓડ ટુ માય ફાધર’ની હિંદી રીમેક હતી. આ ફિલ્મને બોક્સઓફિસ પર સફળતા મળી હતી. હવે જાણવા મળેલ પ્રમાણે સલમાન એક વધુ સાઉથ કોરિયન ફિલ્મની હિંદી રીમેકમાં કામ કરશે.

સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, આ રીમેક વિશે નિર્ણય લેવાઇ ગયો છે. આ ફિલ્મ માટે સલમાન ખાન અને પ્રભુ દેવા સાથે કામ કરે તેવી શક્યતા છે. આ એક મસાલા એકશન ફિલ્મ હશે જેનું શિર્ષક પણ નક્કી થઇ ગયું છે. કોરિઅન હિટ ફિલ્મના રાઇટસ અતુલ અગ્નિહોત્રી પાસે છે. આ ફિલ્મમાં સલમાન ખાન એક પોલીસ ઓફિસર અથવા તો જાસૂસની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ ફિલ્મનું નામ હાલ ‘રાધે’ નક્કી કરવામાં આવ્યું છે. આશ્રર્યજનક વાત છે કે, સલમાનની ‘વોન્ટેડ’ ફિલ્મના પાત્રનું નામ પણ ‘રાધે’ જ હતું. પરંતુ આ ફિલ્મ ‘વોન્ટેડ’ની સિકવલ નહીં હોય એ નક્કી છે.