બનાસકાંઠા: સરકારના કેટલાક નિર્ણયો ઘણી વખત હાસ્યાસ્પદ અને શિક્ષણ વ્યવસ્થા નબળી પાડનારા હોય છે, આવું જ જોવા મળ્યું છે બનાસકાંઠામાં, અહીના ખેડૂતો હાલમાં મુશ્કેલીમાં છે, તીરના આક્રમણને કારણે ખેતીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, ત્યારે થરાદમાં તંત્ર દ્વારા તીરના ઉપદ્રવ સામે લડવા આદેશ કરાયો છે, શિક્ષકોએ હવે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની જગ્યાએ તીડ ઉડાવવાના છે, તેઓ હવે ઢોલ-નગારા સાથે તીર ઉડાવવા જશે, આ નિર્ણય પછી શિક્ષકોમાં રોષ વ્યાપી ગયો છે, એક તો પહેલાથી જ તેમની માથે જવાબદારી છે, હવે તંત્ર દ્વારા તેમને તીર ઉડાવવા જવાની કામગીરી આપી દેવામાં આવી છે.
થરાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા શિક્ષકોને આદેશ અપાયો છે, જેથી સ્કૂલોના તમામ આચાર્ય અને શિક્ષકોએ તીડ ઉડાવવા જવું પડશે, સરકાર દ્વારા તીડ સામે લડવા કોઇ અલગથી વ્યવસ્થા ઉભી કરવાની જગ્યાએ આવા નિર્ણયો કરાતા લોકોમાં પણ ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.

