રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે હવે રૂપિયા 5 લાખ સુધીનું આવકનું પ્રમાણપત્ર ગામના તલાટી કમ-મંત્રી કાઢી આપશે. આ માટે નિયત ફોર્મ ભરી અરજી કરવાની રહેશે. તમામ પુરાવાઓ સાથે રજુ કરેલ અરજીનો નિકાલ એક દિવસમાં કરવાનો રહેશે. તલાટી કમ-મંત્રીએ કાઢી આપેલ આવકના પ્રમાણપત્રની માન્યતા એક વર્ષની રહેશે. તલાટી કમ-મંત્રી જે ગામમાં ફરજ બજાવતા હશે તે ગામના લોકોને જ આવકનું પ્રમાણપત્ર આપી શકશે. આ માટે અરજદારે નિયત ફી પણ ચુકવવાની રહેશે. સરકારની આ જાહેરાતને પગલે ગામના લોકોને તાલુકા કચેરીઓમાં આવકના પ્રમાણપત્ર માટે ધક્કા ખાવાની જરૂર નહીં પડે.

