સુરતથી મુંબઈની સ્પાઈસજેટની ફ્લાઇટમાં ચાર મહિનાની બાળકીનું રહસ્યમય મોત

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

શનિવારે સુરતથી મુંબઈ જતી સ્પાઈસજેટની ફ્લાઈટમાં ચાર વર્ષની બાળકીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. બાળકી રિયા જિંદાલ સુરતથી બેઠી અને ત્યારબાદ વિમાનમાં સુઈ ગઈ હશે તેમ માનીને પરિવારે તેને ઉઠાડી ન હતી. મુંબઈ એરપોર્ટ ઉપર તેને ઉતારવા જતા તે ઉઠી ન હતી. વિમાનના ક્રૂ મેમ્બર્સને એરપોર્ટ અધુરી પાસે તબીબી મદદ માંગી પરંતુ તેણીને મૃત જાહેર કરાય હતી.

રિયા જિંદાલ જે તેની માતા પ્રીતિ જિંદલ અને દાદા-દાદી સાથે શનિવારે સવારે સુરતથી સ્પાઈસજેટની ફ્લાઇટમાં મુંબઈ જઈ રહી હતી. તેના કુટુંબને ખબરજ ના પડી એ રીતે ફ્લાઈટમાં અંતિમ શ્વાસ લીધા હતા. જયપુરથી સુરત થઈને મુંબઇ જવા માટે ફ્લાઇટ ઉપડી હતી. બાળકી રિયા અને તેનો પરિવાર સુરતથી ફ્લાઈટમાં બેઠો હતો.

પોસ્ટમોર્ટમમાં મૃત્યુનું કારણ જાણી ન શકાયું
પોસ્ટમોર્ટમ ની તપાસમાં મૃત્યુનું કારણ જાણી શકાયું નથી અને શરીરની પેશીઓના નમૂનાઓ સર જે.જે.હોસ્પિટલમાં મોકલાયા છે. એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર ફ્લાઇટ મુંબઇમાં ઉતર્યા બાદ રિયા અને તેની માતાને એરપોર્ટના મેડિકલ રૂમમાં લઈ જવામાં આવ્યા હતા. “શિશુએ કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (સીપીઆર) નો રિસ્પોન્સ આપ્યો ન હતો, ત્યારબાદ તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેણીને મૃત જાહેર કરવામાં આવી હતી.”

હોસ્પિટલમાં પ્રવેશ પહેલાં તેણીને મૃત જાહેર કરવામાં આવી
એરલાઇન્સના સૂત્રોએ જણાવ્યું કે, “માતાએ ડોકટરોને જણાવ્યું કે તેણે સવારે 5.30 વાગ્યે પુત્રીને ખવડાવ્યું હતું, ત્યારબાદ બાળકી સૂઈ ગઇ. પરિવારે જોયું કે બાળકી ફ્લાઈટમાં કોઈ હિલચાલ કરતી નથી બાળકી સૂઈ રહી છે એવું માનીને પરિવારે ક્રુને તેની સૂચના પણ આપી નહતી. વિમાન મુંબઇમાં ઉતર્યા બાદ ટેક્સીવેમાં પરિવારે જાણ્યું કે બાળકી હજી પણ પ્રતિભાવ નથી આપી રહી. ત્યારે ક્રૂ મેમ્બર્સ પાસે ઈમરજન્સી તબીબી સહાયની માગણી કરવામાં આવી હતી.
સ્પાઇસ જેટનું સત્તાવાર નિવેદન
સ્પાઈસ જેટના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે “ઉતર્યા પછી, એક મુસાફરે ક્રૂને જાણ કરી કે તેની પુત્રી બેભાન છે. એટીસીને તબીબી સહાય માટે વિનંતી કરવામાં આવી હતી. શિશુને તેની માતા અને દાદા-દાદી સાથે તાત્કાલિક ફ્લાઈટમાંથી ઉતારવામાં આવી હતી અને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી”
આર એન કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયું
વિમાનમાં જ મોત પામેલી બાળકી રિયાને પોસ્ટમાર્ટમ માટે ડો.આર.એન.કૂપર મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં પોસ્ટમાં પણ મૃત્યુનું કારણ જાણવા મળ્યું ન હતું. અકસ્માત મોતની નોંધ કરવામાં આવી હતી. બાળકીના પોસ્ટમોર્ટમમાં વિશેરાના નમૂનાઓ લઈને વધુ તપાસ માટે જે.જે.હોસ્પિટલમાં મોકલાયા હતા.