ભારતીય વાયુસેના માટે આજે ખૂબ ઐતિહાસિક દિવસ છે. આજે વિજયાદશમીના દિવસે ભારતને પોતાનું પહેલું રાફેલ વિમાન મળવાનું છે. વાયુસેનામાં રાફેલને સામેલ કરવા માટે રક્ષામંત્રી રાજનાથ સિંહ મેરીકેન સ્થિત દસો એવિએશન પ્લાંટમાં પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ રાફેલનું શસ્ત્ર પુજન કરશે. આજે શસ્ત્ર પૂજા સાથે જ ભારતને રાફેલ ફાયટર જેટ મળી જશે. પરંતુ ફ્રાંસથી તેને ભારત આવતા આગામી વર્ષના મે મહિના સુધીની રાહ જોવી પડશે. દસો એવિએશન પ્લાન્ટમાં રાજનાથ સિંહ પહોંચ્યા જ્યાં CEO ન્રીક ટ્રેપિઅરે તેમનું સ્વાગત કર્યું. ભારતમાં દશેરાના દિવસે શસ્ત્રપૂજનનો રિવાજ છે અને આ પરંપરા મુજબ રક્ષામંત્રી રાજનાથ સિંહ ભારતના પહેલા રાફેલ વિમાનનું પુજન કરશે અને રફાલ ટ્રેનર વિમાનમાં ઉડાન પણ ભરશે. નોંધનીય છે કે, આજે વાયુસેના દિવસ અને વિજયદશમીના દિવસે ભારતને ઔપચારિક રીતે ભારતને રાફેલ ફાઈટર જેટ મળ્યું છે.
આજે વિજયાદશમીના પવિત્ર દિવસે ભારતીય વાયુસેનાને પહેરૂ રાફેલ વિમાન મળવાનુ છે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આ વિમાનની ડિલિવરી લેવા માટે ફ્રાન્સ પહોંચી ચુક્યા છે. તેઓ રાફેલ વિમાન અને બીજા હથિયારોની ફ્રાન્સમાં દશેરા નિમિત્તે શસ્ત્રપૂજા પણ કરવાના છે.
વાયુસેના ચીફ સહિતના સંરક્ષણ નિષ્ણાતો કહી ચુક્યા છે કે, એક વખત રાફેલ ભારતીય વાયુસેનામાં સામેલ થશે તે પછી તે બાલોકોટ જેવી એર સ્ટ્રાઈક માટે અને પાકિસ્તાન સામે યુધ્ધ જેવી સ્થિતિ ઉભી થાય તો ગેમ ચેન્જર સાબિત થશે.

