ભારતીય સુરક્ષા દળો માટે આજનો એતિહાસિક દિવસ છે. આજે ભારતમાં વિજયાદશમીનો દિવસ છે, એટલે કે અનિષ્ટ ઉપર સારાની જીતનો દિવસ છે. આજે 87 મો એરફોર્સ ડે છે. ભારત-ફ્રેન્ચ રાજકીય સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. 2016 માં 36 રાફેલ વિમાનોને લઈને કરાર પર હસ્તાક્ષર થયા હતા. મને આનંદ છે કે રાફેલની ડિલિવરી સમયસર થઈ છે. રાજનાથ સિંહે ફ્રાન્સમાં રાફેલ વિમાન અને દશેરા પર આપ્યું હતું આ નિવેદન. અમારું ધ્યાન એરફોર્સની ક્ષમતા વધારવા પર છે. હું નિષ્ઠાપૂર્વક આશા રાખું છું કે બધા રાફેલ વિમાન નિર્ધારિત સમય મર્યાદા પર પહોંચાડવામાં આવશે. તેથી હું ફ્રાન્સનો આભારી છું. ટૂંક સમયમાં જ હું રાફેલ વિમાનથી ઉડીશ, જે સન્માનની વાત છે. રાફેલ એક ફ્રેન્ચ શબ્દ છે, જેનો અર્થ આંધી છે. તે તેના નામ પ્રમાણે આપણી હવાઈ દળને મજબૂત બનાવશે.
