સાઉદી અરેબિયામાં યમનના બળવાખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેને પગલે સાઉદી અરેબિયાની મોટી ઓઇલ કંપનીના બે બ્લાન્ટમાં આગ લાગી હતી અને રોજનું કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. આ સ્થિતિ વચ્ચે હવે અમેરિકા અને ઇરાન વચ્ચે સિૃથતિ વધુ તંગદીલ બની રહી છે. બીજી તરફ ઇરાને પણ સ્પષ્ટતા કરી દીધી છે કે અમેરિકાની સાથે કોઇ પણ સંજોગોમાં વાતચીત શક્ય નથી.
ઇરાનના ટોચના નેતા આયાતોલ્લાહ અલી ખામેનીએ જણાવ્યું હતું કે અમેરિકાએ વધુમાં વધુ પ્રેશર નાખવાની પોલિસી અપનાવી છે. ઇરાન પર તે શક્ય હોય તેટલુ વધુ દબાણ કરવા માગે છે. કેમ કે ઇરાન ક્યારેય અમેરિકાના ઘૂંટણીએ નહીં જ પડે. ઇરાનના ટોચના નેતાનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જયારે સાઉદી અરેબિયા પર યમનના બળવાખોરોએ ડ્રોન હુમલો કર્યો છે. બીજી તરફ અમેરિકાએ આરોપો લગાવ્યા હતા કે સાઉદી અરેબિયા પર ડ્રોન હુમલા પાછળ ઇરાન જવાબદાર છે.
ઇરાન અને અમેરિકાની વચ્ચે ત્યારે તંગદીલી વધી ગઇ હતી જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે 2015ના પરમાણુ કરારોને તોડી નાખ્યા હતા. તે બાદ ઇરાને પણ યુરેનિયમના ઉપયોગની મર્યાદાને પાર કરી દીધી છે અને સંયુક્ત રાષ્ટ્રના નિયમોને પણ તોડી નાખ્યા હતા. એવી શક્યતાઓ છે કે ઇરાને અનેક પરમાણુ હિથયારોને પણ તૈયાર કરી લીધા છે જેને પગલે હવે તે ખુલ્લેઆમ અમેરિકાને પણ ધમકી આપવા લાગ્યું છે. ઇરાનના પ્રમુખે ખુલ્લેઆમ કહ્યું છે કે અમે અમેરિકાની સાથે કોઇ પણ સંજોગોમાં હાલ વાટાઘાટો કરવા માટે તૈયાર નથી.
હાલ સિૃથતિ એવી છે કે એક તરફ ઇરાન એકલુ છે અને તેને યમન જેવા નાના દેશોનું સમર્થન છે જ્યારે બીજી તરફ સાઉદી અરેબિયા અને અમેરિકા બન્ને એક થઇ ગયા છે. સાઉદી અરેબિયાએ પણ હુમલા પાછળ ઇરાનને જ જવાબદાર ઠેરવ્યું હતું. જોકે આ હુમલાની જવાબદારી યમનના હુથી સંગઠન દ્વારા લેવામાં આવી હતી. સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી સાથે સાઉદી અરેબિયા પર આરોપ લગાવ્યો હતો કે જ્યાં સુધી અમારા પર હુમલા બંધ નહીં થાય ત્યાં સુધી અમે હુમલા કરતા રહીશું.

