અભિષેક બચ્ચન અને ઇલિયાના ડિક્રુઝ રૂપેરી પડદે સાથે જોવા મળશે

ફિલ્મ જગત

અભિષેક બચ્ચન લાંબા સમય બાદ રૂપેરી પડદે જોવા મળવાનો છે. તેણે હાલ જ ઇલિયાના ડિક્રુઝ સાથે એક ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે.

આ ફિલ્મનો નિર્માતા અજય દેવગણ છે. આ ફિલ્મ શેરબજારના એક જાણીતા ખેલાડી પર આધારિત છે.

૧૯૯૦ અને ૨૦૦૦ની સાલ દરમિયા શેરબજારમાં થયેલી વાસ્તવિક ઘટનાઓને આ ફિલ્મના કેન્દ્રમાં હશે. સમાવામાં આવી છે. આ ફિલ્મ સ્ટોકબ્રોકર હર્ષદ મહેતા પર આધારિત છે.

જેણે શેરબજારમાં એ સમયે બહુ ઊથલપાથલ કરી હતી. તેની ફાઇનાન્સિયલ ક્રાઇમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને કારાવાસ દરમિયાન તેનું નિધન થયું હતું.

અભિષેક લાંબા સમયે રૂપેરી પડદે પરત છોડી રહ્યો છે.

તેણે આ ફિલ્મનું પિકચર શેર કરીને લખ્યું હતુ કે, ” હું નવી સફર શરૂ કરી રહ્યો છું.

એક નવી શરૂઆત જેના માટે સહુની શુભેચ્છા માંગી રહ્યો છું.”