ફક્ત 500 રૂપિયા લઇને દિશા પટાણી મુંબઇ આવી હતી

ફિલ્મ જગત

દિશા પટાણીએ ૧૩મી જુને પોતાનો ૨૬મો જન્મદિવસ ઊજવ્યો હતો. ટાઇગરની ગર્લફ્રેન્ડ હંમેશા પોતાની બોલ્ડનેસ માટે ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં તે આદિત્ય ઠાકરે સાથે પણ જોવા મળી હતી. જોકે તે અને ટાઇગર એકબીજાની કંપનીમાં ખુશ છે.

દિશાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેણે અભિનયની એટલી બધી ઘેલછા હતી કે તેણે શિક્ષણને અધવચ્ચેથી જ તિલાંજલી આપી દીધી હતી. તે મુંબઇ ફક્ત રૂપિયા પાંચસો લઇને એકટિંગમાં કારકિર્દી બનાવવા આવી હતી. તેે એકલી જ રહેતી અને પોતાના ભરણપોષણમાં કદી પરિવારથી મદદ માંગી નહોતી. તે એક બહેતરીન ડાન્સર છે. દિશા ધીરેધીરે ફિલ્મોમાં પોતાનું સ્થાન જમાવતી ગઇ અને ૨૦૧૭માં તેણે બાંદરામાં રૂપિયા પાંચ કરોડનો એક ફ્લેટ સ્વયંને ભેટ આપ્યો હતો.

દિશા હાલ ટાઇગર શ્રોફ સાથેના સંબંધમાં છે. આ પૂર્વે તે એકટર પાર્થ સમથાનને ડેટ કરતી હતી. બન્ને એક વરસથી વધુ રિલેશનશિપમાં રહ્યા હતા. જોકે ત્યારે દિશા ઇન્ડસ્ટ્રીમાં વધુ એકટિવ નહોતી. અંતે બન્ને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતું.

દિશાએ બોલીવૂડમાં સુશાંત સિંહ સાથેની ‘એમ એસ ધોન ધ અનટોલ્ડ સ્ટોરી’થી કારકિર્દી શરૂ કરી. આ ફિલ્મમાં તેની ભૂમિકા નાની હતી પરંતુ લોકોને પ્રભાવિત કરી હઇ હતી. બોલીવૂડમાં ડેબ્યુ કરતા પહેલા દિશાએ તેલુગુ ફિલ્મ ‘લોફર’માં કામ કર્યું હતું. ત્યાર બાદ તેણે એક મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું હતું એ પછી તેને બોલીવૂડમાં કામ મળવા લાગ્યું.