રિશી કપૂર લાંબા સમયથી ન્યુયોર્કમાં પોતાનો ઇલાજ કરાવી રહ્યો છે. તેને કેન્સર થયું હતું અને હવે તે કેન્સર ફ્રી થઇ ગયો છે. જોકે તે હાલ ડાકટર્સના ઓબર્ઝવેશનમાં છે. તેણે એક ઇન્ટવ્યુ દરમિયાન પોતાની કથની જણાવી છે.
”હું લોકોને કહેવા માંગુ છું કે, હું હવે કેન્સર મુક્ત થઇ ગયો છું. થોડાઅઠવાડિયાઓ બાદ હું ભારત પાછો ફરવાનો છું. એક-દોઢ વરસમાં મારે ફરી અહીં ચેક-અ્પ માટે આવવું પડશે. હું જ્યારે અહીં આવ્યો ત્યારે મારા સ્વાસ્થ્ય વિશે સહુ કોઇ ચિંતિત હતા. હું દિલ્હીમાં શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે હું કેન્સરનો ભોગ બન્યો હોવાની જાણ થઇ હતી. શૂટિંગ વખતે મારે વાળ ધોળા કરાવવા પડયા હતા.”
” ત્યાર બાદ હું ન્યુયોર્કની હોસ્પિટલમાં સારવાર લેવા આવ્યો. હું મારા ડાઇ વાળ સાથે જ અહીં આવ્યો હતો. મારી તસવીરો જોઇને લોકોએ માની લીધું હતું કે રિશી ગંભીર બીમારીનો ભોગ બન્યો છે. સફેદ વાળને કારણે લોકો એમ સમજતા હતા કે મારી બીમારીને કારણે રોતોરાત મારા વાળના રંગમાં બદલાવ આવી ગયો છે. ”
મારા મિત્રો મને અહીં મળવા આવતા અને મારી સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર મુકતા હતા. ધીરે ધીરે મારા સ્વાસ્થયમાં સુધારો થવા લાગ્યો, ચારમહિનામાં મારું વજન ૨૬ કિલો ઘટી ગયું હતું. મને ભૂખ લાગતી નહોતી. જોકે હવે મારું વજન સાત-આઠ કિલો વધી ગયું છે. મને વધુ પાતળો દેખાવાની ઇચ્છા નથી. પહેલા જેવો હવે હું દેખાવા માંગતો નથી.
ફરી બધુ સારુ કરવા માટે ભગવાનનો આભાર માનું છું. હજી મારી સારવાર ચાલી રહી છે. ઇલાજના છ અઠવાડિયા બાદ મને હરફા-ફરવા,પિકચર જોવાની, ખાવા-પીવાની છૂટ છે. આ પછી મારી જિંદગી સામાન્ય થઇ જશે. હું હવે ભારત પાછો આવવા દિવસો ગણી રહ્યો છું.મ ને ઘરની યાદ બહુ સતાવે છે.
રિશીએ માંદગી દરમિયાન ત્રણ-ત્રણ ફિલ્મો સાઇન કરી હોવાની ચર્ચા છે. તે ભારત આવીને ફરી કામ પર જવા ઉત્સાહિત છે.

