અમેરિકા સાથે ટ્રેડવોર પછી, મુશ્કેલીનો સામનો કરતાં ચીનને લાગ્યો મોટો ઝટકો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમેરિકા સાથે ટ્રેડ વોર પછી ચીનના અર્થતંત્ર ઉપર માઠી અસર થઈ રહી છે. અર્થવ્યવસ્થામાં નરમાઈ, જંગી દેવુ અને આગામી સમયમાં બેરોજગારી થવાની શક્યતાને કારણે પહેલાથી ચીનનું અર્થતંત્ર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. અમેરિકાનો ટેરિફ ચીન માટે ચોક્કસ પણે મોટો પડકાર છે. કારણે અમેરિકાના બજારમાં જે ચીની કંપનીઓ પાસેથી આયાત કરે છે તે બંધ થવાને આરે છે. જેના કારણે ટ્રેડ વોરને ખતમ કરવા માટે ફરી એક વખત ચર્ચા કરવામાં આવી રહી છે જો કે, ટ્રેડ વોરનો અંત સરળતાથી આવે એવું લાગતુ નથી. પેઈચિંગ ટ્રેડ વોરથી થયેલા નુકસાનને ઘટાડવાનો પ્રયત્ત્ન કરી રહી છે પરંતુ તેની સામે ડેટ સૌથી મોટો પડકાર છે. બ્લુમબર્ગના અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં ચીનનું કુલ દેવું જીડીપીના ર૭૧ ટકા સુધી પહોંચી ગયુ છે જ્યારે ટ્રેડ વોર અગાઉ આ આંકડો ૧૬૪ ટકા હતો. સોમવારે ચીન બીજા ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા જાહેર કરવાની છે. ઈકોનોમિસ્ટનું માનવુ છે કે, બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી ૬.ર ટકાથી ઘટીને ૬.ર ટકા રહેવાનો અંદાજ છે. જો જીડીપી ૬.ર ટકાએ યથાવત્ પણ રહે તો છેલ્લા એક દાયકામાં આ સૌથી ધીમી વૃદ્ધિ માનવામાં આવશે. આ વર્ષમાં ચીને સત્તાવાર રીતે જીડીપી ગ્રોથ રેટ ૬થી ૬.પ ટકા રાખવાનો લક્ષ્‍યાંક રાખ્યો છે. અમેરિકાના રાષ્ટ્રીય પતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાનના ઓસકામાં જી ર૦ સમિટમાં શી જિગપિંગ ખાતે મુલાકાત કરી હતી. આ બેઠકમાં બંને વચ્ચેના મુદ્દાઓનો ઉકેલ લાવવાનો પ્રયત્ત્ન કરવામાં આવી રહી છે.