ગોવા: ભારતીય સેનાનું MIG-29K ટ્રેઇની એરક્રાફ્ટ કોઇ ટેકનિકલ ખામીને કારણે ગોવામાં ક્રેશ થઇ ગયું છે, ટ્રેઇની એરક્રાફ્ટે 2 પાયલોટ સાથે ઉડાન ભરી હતી, થોડી જ વારમાં તેમાં કોઇ કારણસર આગ લાગી હતી, જેથી બંને પાયલોટ પ્લેનની બહાર કૂદી પડ્યાં હતા, જેથી તેમનો બચાવ થયો છે. દુર્ઘટના બાદ પોલીસ અને એરફોર્સના અધિકારીઓનો કાફલો અહી પહોંચી ગયો હતો, આ વિમાન કેમ ક્રેશ થયું તેની તપાસ શરૂ કરી હતી.
જ્યારે વિમાને ઉડાન ભરી હતી ત્યારે તેમાં પાયલોટ કેપ્ટન એમ.શોકંદ અને લેફ્ટનન્ટ કમાન્ડર દીપક યાદવ સવાર હતા, જેમનો બચાવ થયો છે. આ વિમાને INS હંસાથી ઉડાન ભરી હતી અને થોડી જ ક્ષણોમાં તે દુર્ઘટનાગ્રસ્ત થયું હતુ

