આ વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ ગુરુવારે સવારે 8.04 શરૂ થયું છે. આ સૂર્ય ગ્રહણ મુંબઈ, બેંગલુરુ, દિલ્હી, ચેન્નાઈ, મૈસુર, કન્યાકુમારી સહિત દેશના ઘણાં હિસ્સામાં જોવા મળ્યું છે. મોટા ભાગની જગ્યાએ ખંડગ્રાસ અને દક્ષિણ ભારતની અમુક જગ્યાઓએ કંકણાકૃતિ સૂર્ય ગ્રહણ જોવા મળ્યું છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીશ શર્માના જણાવ્યા પ્રમાણે ભારત સિવાય આ ગ્રહણ એશિયા અમુક દેશ જેવાકે, આફ્રિકા, ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળ્યું છે. ભારતમાં ગ્રહણનો સમય 2.52 કલાકનો છે. 9.30 વાગે ગ્રહણનો મધ્યકાળ અને 10.56 વાગે ગ્રહણ પૂરુ થયું હતું. પીએમ મોદીએ પણ સૂર્ય ગ્રહણનું લાઈવ સ્ટ્રીમિંગ નિહાળ્યું હતું. તેમણે ટ્વિટર ઉપર ફોટો શેર કરી લખ્યું હતું કે દેરક ભારતીયોની જેમ હું પણ સૂર્ય ગ્રહણને લઈને ઉત્સુક હતો. વાદળોના કારણે સૂર્ય ગ્રહણ જોઈ ન શક્યો. પરંતુ કોઝિકોડ અને અન્ય લાઈવ સ્ટ્રીમિંગમાં મને સૂર્ય ગ્રહણ જોવાની તક મળી હતી.
સૂર્ય ગ્રહણ વિશે નાશાની ચેતવણી
સૂર્ય ગ્રહણ વિશે અમેરિકન સ્પેસ એજન્સીએ ચેતવણી જાહેર કરી છે. નાસાએ કહ્યું છે કે, સૂર્ય ગ્રહણને નરી આંખે ન જોવાની ભૂલ ન કરવી. વિકિરણથી બચી શકાય તેવા ચશ્માનો ઉપયોગ કરવો.
‘રિંગ ઓફ ફાયર’ જેવું દેખાયું સૂર્ય ગ્રહણ
આ વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ અમુક જગ્યાએ આગની વીંટી જેવું દેખાયું છે. વૈજ્ઞાનિકોએ તેને ‘રિંગ ઓફ ફાયર’ નામ આપ્યું છે. આ ગ્રહણમાં માત્ર સૂરજના મધ્ય ભાગ ઉપર જ ચંદ્રની છાયા પડશે અને સૂર્યનો બહારનો વિસ્તાર પ્રકાશિત રહેશે.
સૂર્ય ગ્રહણનો સમયગાળો કુલ 5 કલાક 36 મિનિટ
ભારતીય સમયાનુસાર આંશિક સૂર્ય ગ્રહણ સવારે આઠ વાગે શરૂ થયો હતો. જ્યારે વલયાકાર સૂર્ય ગ્રહણની અવસ્થા સવારે 9.06 વાગે શરૂ થઈ હતી. સૂર્ય ગ્રહણની વલયાકર અવસ્થા બપોરે 12.29 વાગે પૂરી થશે. જ્યારે ગ્રહણની આંશિક અવસ્થા સમગ્ર દેશમાંથી બપોરે 1.36 મિનિટે પૂરી થશે.
ધન રાશિમાં એક સાથે 6 ગ્રહો ઉપસ્થિત રહેશે
જ્યારે સૂર્યગ્રહણ થશે, ત્યારે ધન રાશિમાં એકસાથે 6 ગ્રહો ઉપસ્થિત રહેશે. આ દિવસે માગશર મહિનાની અમાસ તિથિ રહેશે. ગ્રહણ પછી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે. આ ગ્રહણ મુંબઈ, બેંગલૂરુ, દિલ્હી, ચેન્નેઈ, મૈસૂર, કન્યાકુમારી સહિત ભારતના અનેક શહેરોમાં પણ જોવા મળશે. ત્યારબાદ સૂર્યગ્રહણ 21 જૂન 2020માં થશે, આ ગ્રહણ પણ ભારતમાં જોવા મળશે. 26 ડિસેમ્બરના સૂર્યગ્રહણ પછી એક રાશિમાં 6 ગ્રહોની સાથે સૂર્યગ્રહણનો યોગ 559 વર્ષ પછી 2578માં સર્જાશે.