લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન સદનમાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ એક અનોખી માંગ રાખી છે. બાલાકોટ એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાનમાં ઘુસીને તેમના વિમાનને મારી પાડ્નાર વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને તેમણે પુરસ્કાર આપવાની માંગ કરી હતી. એટલુ જ નહીં પણ કોંગ્રેસના નેતાએ કહ્યું કે તેમની મૂછોને રાષ્ટ્રીય મૂછો જાહેર કરી દેવી જોઈએ. લોકસભામાં કોંગ્રેસે સદનના નેતા અઘીર રંજન ચૌધરીએ પોતાના ભાષણ દરમિયાન મોદી સરકાર પર નિશાનો સાધ્યો હતો. આ દરમિયાન જ્યારે તેઓ વિદેશનીતિ પર બોલ્યા તો તેમણે એર સ્ટ્રાઈકનો પણ ઉલ્લેખ કર્યો હતો.
અધીર રંજને કહ્યું કે બાલકોટમાં જે વાયુસેનાએ એરસ્ટ્રાઈકની કરી તેને કોંગ્રેસ પાર્ટી પોતાનુ સમર્થન આપે છે. સાથે જ તેમણે માગણી રાખી કે વિંગ કમાન્ડર અભિનંદનને પુરસ્કારથી સમ્માનવામાં અને તેમની મુછોને રાષ્ટ્રીય મૂછો ઘોષિત કરવામાં આવે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે આપણા યુવાનો તેનાથી પ્રેરિત થાય. અધીર રંજન ચૌધરીની આ માંગ પર લોકસભામાં ખુહ જ તાળીએ વાગી હતી.
અભિનંદને પાકિસ્તાનની સેનાએ પકડી લીધા અને તે લગભગ 2 દિવસ સુધી ત્યાં હતા. જો કે, ભારતીય કુટનીતિના દબાણમાં પાકિસ્તાનને તેમને છોડી દેવા પડ્યાં હતા. ભારતમાં તેમના સમ્માનમાં લોકોએ માર્ચ કાઢી હતી, સોશિયલ મીડિયા પર તેમના માટે કેમ્પેન ચલાવ્યુ હતુ. અભિનંદન ભારત પાછો ફર્યો ત્યારે કેટલાક દિવસો માટે રજા પર રહ્યાં હતા પણ પછીથી તેઓએ ડ્યુટી જોઇન કરી હતી.

