કેન્દ્રીય પ્રધાન પ્રતાપચંદ્ર સારંગીએ લોકસભામાં કોંગ્રેસને લીધી આડેહાથ

મુખ્ય સમાચાર રાજકીય

આજે લોકસભામાં કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે આધાર અને અન્ય કાયદા સંબંધિત બિલને રજૂ કર્યા હતા. તો સાથે જ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચા પણ થઈ. કેન્દ્રીય પ્રધાન પ્રતાપચંદ્ર સારંગીએ ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા કરતા કોંગ્રેસને આડેહાથ લીધી હતી. જે લોકો ભારતના ટુકડા-ટુકડા થાય ત્યાં સુધી જંગ રહેશે. પાકિસ્તાન ઝિંદાબાદ અને અફઝલ ગુરુ ઝિંદાબાદના નારા લગાવ્યા છે. તેઓને દેશમાં જીવવાનો અધિકાર છે. તેવો સવાલ કર્યો હતો. પ્રતાપચંદ્ર સારંગીએ કહ્યુ હતુ કે, કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગત પાંચ વર્ષના કાર્યકાળમાં થયેલા કામની સફળતાને સ્વીકારવી જોઈએ અને અભિનંદન કરવા જોઈએ. આ સાથે જ પ્રતાપચંદ્ર સારંગીએ કોંગ્રેસને આત્મ નિરીક્ષણ કરવી જોઈએ તેવી પણ સવાલ આપી.