હાર્દિક પટેલ ગુજરાતમાં પાટીદાર નેતા તરીકે જ જાણીતા છે અને પાટીદાર અનામત વખતે તેમણે દેશમાં વિવિધ વિસ્તારોમાં પ્રવાસ ખેડ્યો હતો. હાર્દિક પટેલની ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ઊભું કરવામાં ચાવીરૂપ ભૂમિકા રહી છે. તેમની સભામાં હજારો માણસો આવતા હતા અને હાર્દિકની સભાઓ માનવમેદનીથી છલકાતી હતી. ઉત્તર પ્રદેશના પૂર્વાંચલની અનેક બેઠકો ઉપર કુર્મીઓ 6થી 11 ટકા વસતી ધરાવે છે. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ મામલે જણાવ્યું કે “હાલની યાદી ઉત્તર પ્રદેશના પ્રથમ અને બીજા તબક્કાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ છે.” “એ પ્રમાણે જે જરૂરિયાત ઊભી થઈ હોય એ રીતે નામો તૈયાર કરાયાં હોય અને જવાબદારી વહેંચવામાં આવી હોય.” ધાનાણીએ ઉમેર્યું, “આ પ્રકારની યાદી અલગઅલગ રાજ્યોમાં, અલગઅલગ તબક્કાઓની ચૂંટણીની જરૂરિયાતના આધારે તૈયાર કરાતી હોય છે.”
