મેડિકલમાં પ્રવેશ માટે NEETની પરીક્ષા ફરજિયાત, કોલેજો પ્રવેશને લઈ મનમાની નહીં કરી શકે: હાઈકોર્ટ

ગુજરાત મુખ્ય સમાચાર

મેડિકલમાં ખાલી પડેલી જગ્યાઓમાં પ્રવેશને લઇને આજે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હવે મેડિકલમાં પ્રવેશ માટે કોલેજો મનમાની કરી શકશે નહીં.જે વિદ્યાર્થીએ NEETની પરીક્ષા પાસ કરી હશે તેને જ મેડિકલમાં પ્રવેશ મળશે. હાઈકોર્ટે પારૂલ યુનિવર્સિટીના MBBSના 15 વિદ્યાર્થીઓને ચાલુ અભ્યાસમાંથી ડિસ્ચાર્જ કરવાનો આદેશ કર્યો છે.
સંસ્થાઓ વિદ્યાર્થીઓની કારર્કીદીને નુકસાન થશે તેવા બહાના કરી છટકી ન શકે
મેડિકલમાં ખાલી જગ્યાઓ માટે વિવિધ કોલેજોમાં મેરીટ પ્રમાણે NEETમાં ઉર્તીણ થયેલા ઉમેદવારોને જ પ્રવેશ મળી શકશે. હાઇકોર્ટ અવલોકન કર્યું હતું કે દર વર્ષે આ પ્રકારના કેસ હાઈકોર્ટમાં આવે છે અને કૉલેજ, સંસ્થાઓ વિદ્યાર્થીઓની કારર્કીદીને નુકસાન થશે તેવા બહાના કરી છટકી જાય છે. પરતું હવે તેવું ચલાવી લેવાશે નહીં. કોલેજો દ્વારા નિયમોને નેવે મૂકીને કરવામાં આવતી મનમાનીને લીધે ભણતરનું સ્તર કથળી ગયું છે. હાઈકોર્ટે નોધ્યું કે, સંસ્થાની ગેરરીતિ અને મનમાનીને લીધે લાયકાત ધરાવતા ઉમેદવારોને તક મળતી નથી અને પરિણામે શિક્ષણનું સ્તર કથળે છે.
ધોરણ વિરૂદ્ધ જઇ 15 વિદ્યાર્થીઓને ખાલી પડેલી બેઠકો પર પ્રવેશ આપ્યો
ઉલ્લેખનીય છે કે, પારૂલ યુનિવર્સિટીના વર્ષ 2019-20 માટે નીટ દ્વારા મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં, 15 વિદ્યાર્થીઓએ પોતાના એડમિશન કેન્સલ કરાવ્યા હતા. ત્યારબાદ કૉલેજે જાતે નિયમો અને ધારા-ધોરણ વિરૂદ્ધ જઇ 15 વિદ્યાર્થીઓને ખાલી પડેલી બેઠકો પર પ્રવેશ આપ્યો હતો. જેને પડકારતી રિટ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી.