મોદીના શપથ સમારંભમાં ટ્રમ્પ અને જિનપિંગને આમંત્રણ આપવામાં આવી શકે છે- રિપોર્ટ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કેન્દ્રીય કેબિનેટની શુક્રવારે મળેલી બેઠકમાં 16મી લોકસભા ભંગ કરવાનો પ્રસ્તાવ પાસ થયો હતો. શનિવારે સાંજે NDAના નવનિર્વાચિત સાંસદોની બેઠક મળશે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં નરેન્દ્ર મોદીને સત્તાવાર રીતે સંસદીય દળના નેતા તરીકે ચૂંટવામાં આવશે.
રિપોટર્સના જણાવ્યા મુજબ- શપથ ગ્રહણની તારીખ પર ભાજપ આજે જ નિર્ણય કરી શકે છે. આ સમારંભમાં સામેલ થવા માટે મોદી અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગને આમંત્રણ મોકલી શકે છે. રશિયા, સાઉદી અરેબિયા અને સાર્ક દેશોના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવે તેવી શક્યતાઓ છે. શપથ ગ્રહણમાં વિશ્વના ટોચના નેતાઓની હાજરીથી મોદીની આંતરરાષ્ટ્રીય સ્તરે છબિ વધુ મજબૂત બની શકે છે. ભારત હાલ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં સ્થાયી સીટ મેળવવા માટે પ્રાયસ કરી રહ્યાં છે.

નવી કેબિનેટમાં અનેક નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. કેટલાંક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરાયો છે કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહને કેબિનેટમાં મહત્વનું સ્થાન મળી શકે છે. વળી હારેલા મંત્રીઓ (હરદીપ પુરી, કેજે અલ્ફોન્સ અને મનોજ સિન્હા)ને સ્થાને કેટલાંક નવા ચહેરા સામેલ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. કોંગ્રેસના ગઢ અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવનાર સ્મૃતિ ઇરાનીને પણ કેબિનેટમાં મહત્વનો પોર્ટફોલિયો મળે તેવી શક્યતા છે.