સીબીઆઇને આપેલા નિવેદનમાં પીડિતાએ કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી સેંગર મને મારી નાંખવાની ધમકી આપતો હતો. તેણે જ માર્ગ અકસ્માત કરાવ્યો હતો. 28 જુલાઇના રોજ રાયબરેલીમાં પીડિતાની કારને ભયંકર અકસ્માત નડયો હતો જેમાં તેના સબંધીઓ માર્યા ગયા હતા અને પોતે ગંભીર રીતે ઘાયલ થઇ હતી.હાલમાં પીડિતાને એઇમ્સના આઇસીયુમાં રાખવામાં આવી છે. ઘટનાની તપાસ સીબીઆઇ કરી રહી છે. તપાસ એજન્સીએ અત્યાર સુધી પીડિતાના વકીલની પૂછપરછ કરી નથી કારણ કે તેમને લખનઉની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
વકીલ નિવેદન આપવાની સિૃથતિમાં નથી.આ કારણસર સીબીઆઇએ તપાસ પુરી કરવા માટે થોડો વધુ સમય આપવા કોર્ટને વિનંતી કરી હતી. પરિમામે કોર્ટે તેમને વધુ બે સપ્તાહનો સમય લંબાવી આપ્યો હતો.સૂત્રો અનુસાર, પીડિતાએ તપાસ એજન્સીને કહ્યું હતું કે ટ્રક એકદમ અમારી ઉપર જ આવ્યો હતો જેના કારણે અકસ્માત થયેલો. પીડિતાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ અક્સમાત સેંગરે જ કરાવ્યો હતો અને એ મને મારી નાંખવા ઇચ્છે છે.જો કે સેંગરે અકસ્માતમાં પોતે નિર્દોષ હોવાની જ વાત કરી હતી.
સીબીઆઇએ ટ્રકના ડ્રાઇવર અને ક્લિનર બંનેની ધરપકડ કરી હતી.તેમણે કહ્યું હતું કે આ આૃથડામણ ઇરાદાપૂર્વક થઇ નહતી. ટ્રક માલિકે કહ્યું હતું કે તે ક્યારે પણ સેંગરને મળ્યો ન હતો. એજન્સીએ કહ્યું હતું કે તપાસ અંતિમ તબક્કામાં છે.સૂત્રો અનુસાર, એજન્સી હવે વકીલના સાજા થવાની રાહ જોઇ રહી છે. જે ઘડીએ તે બોલવા લાયક થશે તો એજન્સી તેમના નિવેદન લેવા જશે. તપાસમાં સીબીઆઇની સાથે ફોરેન્સિક લેબના 40 નિષ્ણાતો પણ જોડાયા હતા.

