વાવાઝોડા ‘ક્યાર’નાં કારણે ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ફેરી સર્વિસ બંધ કરાઈ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ગુજરાત મુખ્ય સમાચાર

ગુજરાતમાં સંભવિત ત્રાટકનાર વાવાઝોડા ‘‘ક્યાર’ની અસરને પગલે અરબી સમુદ્રમાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાના પગલે ઓખા અને બેટદ્વારકા વચ્ચેની ફેરી સર્વિસ બંધ કરવામાં આવી છે. ઓખાથી બેટદ્વારકા વચ્ચે દરરોજ ફેરી સર્વિસ ચાલે છે. પરંતુ સંભવિત વાવાઝોડાના કારણે ફેરી સર્વિસ બંધ કરી દેવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી
વાવાઝોડું ‘ક્યાર’ દરિયામાં સક્રિય થતાં અરબી સમુદ્રમાં 100-130 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેને પગલે સરકારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.