ભારતે અમારી પરવાનગીથી આર્મી કેપ પહેરી – આઇસીસી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

આઇસીસીએ સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરિઝની ત્રીજી મેચમાં તેમની પરવાનગીથી આર્મી કેપ પહેરી હતી. રાંચીમાં યોજાયેલી મેચમાં ભારતીય ખેલાડીઓ આર્મી કેપ પહેરી મેદાનમાં ઉતર્યા હતા. તેમણે ગયા મહિને પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલાં સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આર્મી કેપ પહેરી હતી. સાથે જ ટીમના ખેલાડીઓની પોતાની મેચ ફીને પણ નેશનલ ડિફેન્સ ફંડમાં આપી હતી. ખેલાડીઓએ આર્મી કેપ પહેરીને ઉતર્યા પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વાંધો ઉઠાવ્યો હતો.