શીલા દીક્ષિતનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન, નિગમબોધ ઘાટ પર અંતિમ વિદાય

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

કોંગ્રેસના સિનિયર નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દીક્ષિતનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે અને આ સાથે જ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે દુનિયાને અલવિદા કહી દીધી છે. દિલ્હીમાં વરસાદ વચ્ચે પણ લોકો તેમને અંતિમ વિદાય આપવા પહોંચ્યાં છે.

આ અગાઉ તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે નિગમ બોધ ઘાટ લાવવામાં આવ્યો છે. જ્યાં તેમના અંતિમ સંસ્કાર થયા. તેમજ કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલી અર્પી હતી.

અહીં સોનિયાએ કહ્યું કે, તેમણે મને ઘણો સપોર્ટ કર્યો. તે મારા મોટા બહેન અને મિત્ર હતા. કૉંગ્રેસ પાર્ટી માટે આ એક મોટી ખોટ છે. હું હંમેશા તેને યાદ રાખીશ.

નોંધનીય છે કે, કોંગ્રેસના સિનિયર નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દીક્ષિતનું શનિવારે દિલ્હી ખાતે 81 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમણે ફોર્ટીસ એસ્કોર્ટ્સ હાર્ટ ઈન્સ્ટિટયૂટમાં બપોરે 3.55 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. દીક્ષિતે ગયા વર્ષે ફ્રાન્સમાં હાર્ટ સર્જરી કરાવી હતી. નવેમ્બર 2012માં તેમણે એન્જિયોપ્લાસ્ટિ કરાવી હતી અને કેટલાક સમય અગાઉ તેમણે ઈન્ફેક્શનની પણ સારવાર કરાવી હતી.