ગુજરાતના નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું એરપોર્ટ પર લાલ જાજમ બિછાવી સ્વાગત

ગુજરાત મુખ્ય સમાચાર

ગુજરાતના રાજ્યપાલ પદે નવા વરાયેલા પદનામિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગુજરાત આવી પહોંચતા અમદાવાદ હવાઈ મથકે તેમનું સ્વાગત મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ કર્યું હતું. ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના મેયર બીજલ બહેન પટેલ, મુખ્ય સચિવ ડો જે એન સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, સામાન્ય વહીવટના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ તેમજ પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા, અમદાવાદ કલેક્ટર વિક્રાંત પાંડે, પોલીસ કમિશનર એ કે સિંઘ તેમજ અન્ય વરિષ્ઠ સચિવોએ પદનામિત રાજ્યપાલશ્રી ને આવકારી સ્વાગત કર્યું હતું.

હવાઈ મથકે તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. પદનામિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સોમવારે 22 જુલાઈ 2019 એ સવારે 11 વાગ્યે રાજભવન ખાતે યોજાનારા શપથ વિધિમાં ગુજરાતના રાજ્યપાલ પદના શપથ લેશે.