ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી ગઇ છે, વર્ષ 2007માં અમદાવાદના આસરવા વિધાનસભા ચૂંટણી વખતે કેટલીક પત્રિકાઓ છપાવી હતી, આ મામલે અમદાવાદની મેટ્રો કોર્ટે આચારસંહિતાના ભંગનો આરોપ માન્ય રાખ્યો છે અને સ્થાનિક પોલીસને ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો છે. તત્કાલિન શહેર કોંગ્રેસ પ્રમુખ પંકજ શાહે ક્લેકટર કચેરીમાં ફરિયાદ કરી હતી. સાથે જ નવરાત્રિમાં પ્રદિપસિંહ દ્વારા કેટલીક વસ્તુઓ વહેંચી હતી, જેની પણ ચૂંટણીપંચમાં આંચાર સહિતાની ફરિયાદ થઇ હતી.
હાલમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરવા કોર્ટે આદેશ આપ્યો છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

