પુલવામા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખતા આગામી વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે રમવું કે નહી તેવી અટકળો વચ્ચે અંતરાષ્ટ્રીય qક્રકેટ પરિષદે મોટું નિવેદન આપ્યું છે. આઇસીસી એ કહ્યું કે આગામી 30 મેથી શરુ થઈ રહેલા વિશ્વકપના કાર્યક્રમમાં ફેરફાર કરવાની કોઈ સંભાવના નથી.
ઉલ્લેનીય છે કે, પુલવામા હુમલાને ધ્યાનમાં લેતા હરભજન સિંહે કહ્યું હતું કે, ભારતે 16 જૂનના રોજ માનચેસ્ટરમાં પાકિસ્તાન વિરુÙ રમાનાર મેચ નહી રમવી જોઈએ. હરભજને કહ્યું કે, ભારત માનચેસ્ટરમાં પાકિસ્તાન વિરુÙ મેચ ગુમાવી દે તો પણ એટલી મજબૂત ટીમ છે કે વર્લ્ડ કપ જીતી શકે છે. આસીસી ના સીઈઆે ડેવિડ રિચર્ડસને કહ્યું કે, આ ભયાનક ઘટનાથી પ્રભાવિત લોકો સાથે અમારી સહાનુભૂતિ છે અને અમે અમારા સભ્યો સાથે સ્થિતિ પર નજર રાખીશુંતેમણે કહ્યું કે આઈસીસી વિશ્વકપની કોઈ પણ મેચના કાર્યકાર્મમાં ફેરફાર થવાના કોઈ સંકેત નથી.
ડેવિડ રિચર્ડસને કહ્યું કે, રમત ખાસ કરીને ક્રિકેટમાં લોકોને નજીક લાવવા અને સમુદાયોને જોડાવની કમાલની ક્ષમતા ધરાવે છે અને અમે આજ આધારે અમારા સદસ્યો સાથે કામ કરીશું. હરભજને પોતાનો પક્ષ રાખ્ય પરંતુ આ નથી કીધું કે જો અમારે તેના વિરુÙ સેમીફાઇનલ કે ફાઇનલ રમવું પડે તો શું અમે નહી રમીયે, આપણે કાલ્પનિક સ્થિતિ પર વાત કરી રહ્યાં છે.

