આઇએસ સંપૂર્ણપણે નેસ્તનાબૂદઃ ટ્રમ્પનો દાવો

દેશ-વિદેશ

અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)નો સંપૂર્ણપણે નાબૂદ કરી દીધું હોવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં તેઆે આઈએસ સંગઠનના તાબા હેઠળના સ્થાનને મુક્ત કરાવ્યા બાદ આતંકવાદી આઈએસના સફાયાની સત્તાવાર જાહેરાત કરશે. અમેરિકન સેના તથા તેની સાથે જોડાયેલા દળો ઉપરાંત સિરિયન ડેમોક્રેટિક ફોર્સ સિરિયા તથા ઇરાકના આઈએસ આતંકવાદી સંસ્થાના તાબામાં રહેલા ક્ષેત્રોને પૂર્ણપણે આઝાદ કરાવ્યા છે. ટ્રમ્પ તે વિશેના સત્તાવાર નિવેદનની રાહમાં છે. ત્યાર બાદ તેઆે સત્તાવાર જાહેરાત કરશે તેમ અમેરિકન સૂત્રોએ જણાવ્યું હતું. અમેરિકા તથા સહયોગી સશક્ત રાષ્ટ્રાેએ દુષ્ટ વિચારધારાનો સીધો જ સામનો કર્યો અને સફળતા મેળવી હોવાનું ટ્રમ્પે જણાવ્યું હતું.