આતંકવાદ પર ભારત-જાપાને મિલાવ્યો હાથ, હવે થશે પાકિસ્તાનમાં આતંકી અડ્ડાઓ સાફ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ભારત અને જાપાનએ પોતાના વિદેશ અને રક્ષા મંત્રીયોના પ્રથમ ટુ-પ્લસ-ટુ ફોર્મેટ ડાયલોગમાં પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી વિસ્તારોથી કાયમી શાંતિ સામે મોટું જોખમ રહેલું છે તેવી ચિંતા બતાવી છે. બન્ને દેશોએ પાકિસ્તાનથી એક સ્વરે કહ્યું છે કે તે તેના ત્યાં ટેરર નેટવર્કસ પર આક્રમક અને નિર્ણાયક પગલા ભરે.

બન્ને દેશોએ પાકિસ્તાન સરકારથી વિશેષ રીતે આતંકવાદનો સામનો કરવાથી લઇ આંતરરાષ્ટ્રીય સમુદાયને આપેલ તમામ વચનો પર ખરા ઉતરવા માટે જણાવ્યું છે. જેમાં વૈશ્વિક આતંક વિરોધી સંસ્થા ફાઇનાન્સિયલ ટાસ્ક ફોર્સ (એફએટીએફ) એ જણાવેલ સુચનો પણ સામેલ છે. ટુ-પ્લસ-ટુ ફ્રેમવર્કની પ્રથમ વાતચીત પછી ભારત-જાપાનના સંયુક્ત અહેવાલમાં જણાવ્યું હતુ કે, ‘મંત્રિયોએ આ વાત પર ભાર મૂક્યો છે કે બધા દેશોએ આ મૂળભૂત રીતે એ નક્કી કરવું પડશે કે પોતાના દેશની ભૂમીનો ઉપયોગ અન્ય દેશમાં આતંકવાદી હુમલા માટે થવા દેવામાં આવશે નહીં.
ભારત અને જાપાનએ અન્ય બીજા બધા દેશોથી કહ્યું કે તેઓ તેમના ત્યાં આતંકવાદીઓનો વિકાસ થવા દેશે નહી. બન્ને દેશોએ આંતરાષ્ટ્રીય સમુદાયથી આતંકવાદીઓ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તેમના નેટવર્કસ, ફંડિંગ ચેનલ્સને તોડી પાડવાની સાથે-સાથે આતંકવાદીઓને સીમા પારની પ્રવૃત્તિઓ પર અવરોધ લગાવવાનું આહ્વાન કર્યું છે.

ઉલ્લેખનિય છે કે કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે એવું જણાવ્યું કે પાકિસ્તાન આતંકવાદના માર્ગે ભારત સાથે પ્રોક્સી યુદ્ધ લડવા માગે છે પરંતુ તે કોઈ પણ કાળે જીતી નહીં શકે. પાકિસ્તાન દુનિયાભરમાં આતંકવાદને મામલે બેનકાબ થઈ ચૂક્યો છે અને અલગ પડી ચૂક્યો છે. આપણી આ સફળતાનું શ્રોય વડા પ્રધાન મોદીની કુશળ રાજદ્વારી નીતિને ફાળે જાય છે.

પાકિસ્તાન 1948, 1965 અને 1971 અને 1999નું યુદ્ધ હારીને એ વાત જાણી ચૂક્યો છે કે તે યુદ્ધમાં કદી પણ ભારત સાથે જીતી નહીં શકે. હવે તેને કારણે તે આતંકવાદને સહારે ભારત સાથે લડવા માગે છે. પરંતુ હું પૂરી જવાબદારી સાથે કહું છું કે પાકિસ્તાન તેના ઈરાદામાં કદી પણ સફળ નહીં થઈ શકે.અમે દેશની લોકોની સુરક્ષા અને અખંડિતતાને જાળવી રાખવા પ્રતિબદ્ધ છીએ.

જો કોઈ આપણી જમીન પર આતંકી કેમ્પ ચલાવે અથવા તો પછી કોઈ હુમલામાં સામેલ હોય તો આપણે તેની અનુકૂળ જવાબ આપવા સક્ષમ છીએ.આપણો એક પાડોશી દેશ પાકિસ્તાન છે, પરંતુ તેની હરકતો તેના નામથી વિપરીતપણે નાપાક છે. પરંતુ આ દેશ આ રીતે વધુ સમય સહીસલામત નહીં રહી શકે.

અમારી સરકાર ભારતની સુરક્ષા સાથે કદી સમાધાન નહીં કરે. અમે અમારી સરકાર બનાવવા રાજકારણમાં નથી. અમારો ઉદ્દેશ્ય રાષ્ટ્રનિર્માણ છે. આજે દેશની અર્થવ્યવસ્થા અંદાજે 2.7 ટ્રિલિયનની છે. સરકારનું લક્ષ્‍ય આ અર્થવ્યવસ્થાને બમણી અર્થાત પાંચ ટ્રિલિયનની કરવાની છે.