આજે જિયોએ જિયોફોન દિવાળી 2019 ઓફર નામની સ્પેશ્યલ વન-ટાઇમ ઓફર રજૂ કરી હતી. દશેરા અને દિવાળીનાં તહેવારોની સિઝન દરમિયાન જિયો ફક્ત રૂ. 699ની સ્પેશ્યલ કિંમતે જિયોફોન ઉપલબ્ધ કરાવશે, જેની કિંમત અત્યારે રૂ. 1500 છે. કંપનીના જણાવ્યા પ્રમાણે તેમાં કોઇ છૂપી કે વિશેષ શરતો સામેલ નથી. દિવાળી 2019 ઓફર દ્વારા જિયોફોનમાં સામેલ થયેલા ગ્રાહકો માટે જિયો રૂ. 700ની કિંમતે ડેટા બેનિફિટ ઓફર કરશે. પ્રથમ 7 રિચાર્જ પર જિયો રૂ. 99નો વધારાનો ડેટા ઉમેરશે.
રૂ. 700નો આ વધારાના ડેટાથી જિયોફોનનાં યુઝર્સ મનોરંજન, પેમેન્ટ, ઇ-કોમર્સ, શિક્ષણ, લર્નિંગ, ટ્રેન અને બસ બુકિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્સ વગેરેની સુવિધા લઇ શકશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ ડી અંબાણીએ કહ્યું હતું કે, “જિયો સુનિશ્ચિત કરશે કે કોઈ ભારતીય વાજબી ઇન્ટરનેટથી વંચિત નહીં રહે અને ડિજિટલ ક્રાંતિનાં ફળ બધાને મળશે. ‘જિયોફોન દિવાળી ગિફ્ટ’ ઓફર કરીને અમે રૂ. 1,500નું રોકાણ કરીને ઇન્ટરનેટ અર્થતંત્રમાં તળિયે રહેલી દરેક નવી વ્યક્તિ માટે રૂ. 1,500નું રોકાણ કરીશું. આ આપણાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં ડિજિટલ ઇન્ડિયા મિશનની સફળતામાં અમારી પ્રતિબદ્ધ પણ સૂચવે છે.”