ચીનમાં ખતરનાક કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા વધીને 900 થઇ છે, તો બીજી કરફ ચીનની હોસ્પિટલોમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત બનેલા દર્દીઓની સારવાર કરવાથી નર્સો અને ડોક્ટરો પણ અળગા રહે છે.
કદાચ એટલે જ દર્દીઓ અને દવાઓ આપવા માટે રોબોટનો ઉપયોગ કરવમાં આવી રહ્યો છે,સાથે-સાથે ડ્રોનની મદદથી લોકોને માસ્ક લગાવવા અને અન્ય જરૂરી ઘોષણાઓ કરવમાં આવી રહી છે.
ટ્વીટર પર લોકોએ કરી પ્રસંશા
ટ્વીટર પર એક યુઝરે એક વિડિયો પોસ્ટ કર્યો, જેમા ચીનની એક હોસ્પિટલમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત બનેલા રોગીઓ અને દવાઓ વહેચવા માટે રોબોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
એક અન્ય યુઝરે ટીપ્પણી કરી કે હું આ તમામ પ્રકારની સુવિધાઓ જોઇને સારૂ અનુભવી રહ્યો છું, રોબોટનો સ્ટાફની જેમ ઉપયોગ કરવા માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે, તે અંગે એક અન્ય યુઝરે ટીપ્પણી કરી કે આ સારૂ કામ થઇ રહ્યું છે
રોબોટ ભોજન પીરસે છે અને પ્લેટ પણ લે છે
રોબોટની ડિઝાઇનની પ્રસંસા કરતા કહ્યું કે એક યુઝરે કહ્યું કે આ પ્રકાશની સાથે ફ્રેન્ડલી ચહેરાની જેમ જોવા મળે તે રીતે તૈયાર કરાઇ છે, થમ્સ અપ ઇમોજીની સાથે એક યુઝરે લખ્યું કે નાઇસ જ્યારે અન્ય એક યુઝરે કહ્યું કે એક કોરોના વાયરસનાં ફેલાવાને રોકવામાં મદદ કરી શકે છે.
એક યુઝરે કહ્યું કે રોબોટે પોતાનો કિરદાર વધાર્યો છે, આઇસોલેશન વોર્ડમાં દર્દીઓને આપવમાં આવેલા ભોજન આપવાની સાથે-સાથે પ્લેટને હટાવવાનું કામ પણ રોબોટ કરે છે.

