વડોદરા: આજે શનિવાર રાત્રે 12 વાગ્યે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી 30 ફૂટે પહોંચતા શહેરના 6 બ્રિજ વાહનો તથા લોકોની અવર-જવર માટે બંધ કરવામાં આવ્યા છે. રાત્રે 12 વાગ્યે વિશ્વામિત્રી નદીની સપાટી કાલાઘોડા ખાતે 30 ફૂટ નોંધાઇ હતી. જ્યારે આજવા ડેમની સપાટી 212 ફૂટ હતી. વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સ્તરે પહોંચતા ફરી એક વખત વડોદરામાં પૂરનું સંકટ તોળાઇ રહ્યું છે. વિશ્વામિત્રી નદીના પાણી એક બ્રિજ પર પણ આવી ગયા છે.
