ઈતિહાસમાં પહેલીવાર CMએ જનતા સાથે બદલો લેવાની વાત કરી: પ્રિયંકા ગાંધી

મુખ્ય સમાચાર રાજકીય
નાગરિકતા સંશોધન કાનૂનને લઈને સમગ્ર દેશમાં વિરોધ અને સમર્થન થઈ રહ્યું છે ત્યારે આ મુદ્દે દેશનું રાજકારણ ગરમાયેલું છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે કોંગ્રેસ હેડ ક્વાટર લખનૌમાં પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે, અમે રાજ્યપાલને એક પત્ર સોંપ્યો છે. અમે કહ્યું છે કે, પ્રદેશની સરકારે પોલીસ દ્વારા અરાજકતા ફેલાવવાનું કામ કર્યું છે.
યોગી આદિત્યનાથના નિવેદનને લઈને પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, યોગી કહે છે કે તેઓ જનતા સાથે બદલો લેશે. પહેલીવાર કોઈ મુખ્યમંત્રીએ આવું નિવેદન આપ્યું છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, મુખ્યમંત્રીએ બદલો લેવાનું જે નિવેદન આપ્યું છે, તેના પર પોલીસ કાયમ છે. આવું ઈતિહાસમાં પહેલીવાર થયું છે જ્યારે મુખ્યમંત્રીએ બદલો લેવાની વાત કરી હોય. કૃષ્ણ ભગવાનનો વેશ છે, ભગવાન રામ કરૂણાના પ્રતિક છે. શિવજીની જાનમાં સૌ નાચે છે. આ દેશમાં બદલાની કોઈ પરંપરા નથી. શ્રીકૃષ્ણએ પોતાના પ્રવચનમાં ક્યારેય બદલાની વાત નથી કરી. યોગીએ ભગવા ધારણ કર્યાં છે, આ ભગવા તમારા નથી, ભગવા દેશની આધ્યાત્મિક આસ્થાનું ચિહ્ન છે. તેમાં બદલાને કોઈ સ્થાન નથી.
તેમણે કહ્યું, બિજનૌરમાં દુધ લઈ જતા યુવકની હત્યા થઈ. હોસ્પિટલમાં મદદ આપવામાં આવી નહી, પોલીસે દબાણ કરી ઘર પાસે દફનાવવાની મનાઈ કરી મહોલ્લાથી 20 કિમી દુર દફનાવવામાં આવ્યો. 21 વર્ષીય સુલેમાન UPSCની તૈયારી કરી રહ્યો હતો. થોડાં દિવસો માટે ઘરે આવ્યો હતો અને મસ્જિદ પાસે ઊભો હતો અને ત્યારે પોલીસ તેને ઉઠાવીને લઈ ગઈ અને તેને ગોળી મારી દીધી હતી. પોલીસે દબાણ આપી કેસ નોંધાવા દીધો નહી.
તેમણે કહ્યું કે, મારી સુરક્ષાનો સવાલ મોટો સવાલ નથી, તેના પર ચર્ચાની જરૂર નથી. અમે સામાન્ય જનતાનો સવાલ ઉઠાવી  રહ્યાં છીએ. નાગરિકતા કાનૂન બંધારણની વિરુદ્ધ છે, ખેતરમાં કામ કરતો મજુર પાસેથી કાગળ માંગશો તો તે ક્યાંથી દસ્તાવેજ લાવશે.