સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અસફળ થયા બાદ પાકિસ્તાનની હાલત અસ્થિર થઈ ગઈ છે. કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાન હવે નવો દાવ અજમાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પાકિસ્તાને નિર્ણય કર્યો છે કે તે કાશ્મીર મુદ્દાને લઇને આંતરરાષ્ટ્રિય કૉર્ટમાં જશે. પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ આની જાહેરાત કરી છે.
જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370ની મોટાભાગની ખાસ જોગવાઈઓ હટાવવામાં આવ્યા અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાનાં સરકારનાં નિર્ણયને લઇને પાકિસ્તાન રઘવાયુ થયું છે. આ મામલે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો દરવાજો પણ ખખડાવ્યો હતો, પરંતુ ત્યાં પણ તેને નિરાશા હાથ લાગી.
યૂએનએસસી (UNSC)માં ફક્ત ચીને પાકિસ્તાનનો સાથ આપ્યો . તો અન્ય પક્ષોએ આને દ્વિપક્ષીય મુદ્દો ગણાવીને કોઈપણ પ્રકારની ચર્ચાની ના કહી દીધી.
આંતરરાષ્ટ્રિય સ્તર પર ફજેતો થયા બાદ પાકિસ્તાન હજુ પણ હાથ-માગ મારી રહ્યું છે. આવામાં પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ મંગળવારનાં જાહેરાત કરી કે તેઓ આ મુદ્દાને લઇને આઈસીજેમાં જશે. શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે, “તમામ કાયદાકીય પક્ષોને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

