આઈએનએક્સ મીડિયા કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચાર અને મનીલૉન્ડ્રિંગ મામલે કૉંગ્રેસ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમનાં આગોતરા જામીનની અરજી પર સુપ્રીમ કૉર્ટે તરત જ સુનવણીને ફગાવી દીધી હતી. હવે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની બેંચ બુધવારનાં આ મામલે સુનાવણી કરશે. સુનાવણી પહેલા ચિદમ્બરમનાં ઘરે સીબીઆઈનાં 6 અધિકારીઓની ટીમ પહોંચી હતી. જો કે પી. ચિદમ્બરમ તેમના ઘરે મળ્યા નહોતા. સીબીઆઈનાં અધિકારીઓએ ચિદમ્બરમનાં ઘરનાં સભ્યો અને સ્ટાફ સાથે પુછપરછ કરી હતી.
ચિદમ્બરને સીબીઆઈ અને ઈડી દ્વારા દાખલ બંને મામલે જમાન નહોતી મળી
આ પહેલા મંગળવારનાં જ દિલ્લી હાઈકૉર્ટે તેમના આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. ચિદમ્બરને સીબીઆઈ અને ઈડી દ્વારા દાખલ બંને મામલે જમાન નહોતી મળી. હાઈકૉર્ટ તરફથી પિટિશન ફગાવવામાં આવ્યા બાદ ચિદમ્બરમનાં વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કૉર્ટ તરફ પ્રયાણ કર્યું હતુ, પરંતુ સુપ્રીમ કૉર્ટે તરત જ સુનાવણી કરવાથી મનાઈ કરી દીધી હતી. આગોતરા જામીનની પિટિશન ફગાવવામાં આવ્યા બાદ કૉંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે મંગળવારનાં વરિષ્ટ વકીલો કપિલ સિબ્બલ, અભિષેક મનુ સંઘવી અને સલમાન ખુર્શીદ સાથે ચર્ચા-વિચારણા કરી. સિબ્બલે કૂલસચિવ સૂર્ય પ્રતાપ સિંહ સાથે મુલાકાત કરી અને તેમને સ્થિતિ જણાવી.
ચિદમ્બરમ પર છે આ આરોપ
ચિદમ્બરમ પર આઈએનએક્સ મીડિયાને ફૉરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બૉર્ડ પાસેથી ગેરકાયદેસર રીતે સ્વીકૃતિ અપાવવા માટે રૂપિયા 305 કરોડની લાંચ લીધી હોવાનો આરોપ છે. આ કેસમાં અત્યાર સુધી ચિદમ્બરમને કૉર્ટથી લગભગ 2 ડઝનવાર ધરપકડ પર રોકની રાહત મળી. આ મામલો 2007નો છે, જ્યારે પી. ચિદમ્બરમ નાણા મંત્રીનાં પદ પર હતા. આ મામલે સીબીઆઈ અને ઈડી પહેલા જ ચિદમ્બરમનાં દીકરા કાર્તિની ધરપકડ કરી ચુક્યું છે. તે અત્યારે જમાનત પર છે. આ મામલે મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે ઇન્દ્રાણી મુખર્જી 4 જુલાઈનાં સરકારી ગવાહ બની.
ઈડીએ 2018માં મની લૉન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો
2017માં સીબીઆઈએ આ મામલે ફૉરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બૉર્ડથી મળેલી સ્વીકૃતિમાં ગરબડ પર એફઆઈઆર નોંધાવી, જ્યારે ઈડીએ 2018માં મની લૉન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો. આ મામલે આઈએનએક્સ મીડિયાની માલકિન અને આરોપી ઇન્દ્રાણી મુખર્જીને આ કેસમાં અપ્રૂવર બનાવવામાં આવી અને આ વર્ષે તેમનું સ્ટેટમેન્ટ પણ રેકૉર્ડ કરવામાં આવ્યું. સીબીઆઈનાં જણાવ્યા પ્રમાણે મુખર્જીએ ગવાહી આપી કે તેણે કાર્તિ ચિદમ્બરમને 10 લાખ રૂપિયા આપ્યા હતા.