નવસારી લોકસભા બેઠક માટે આજરોજ સોમવારે 50,000થી વધુ કાર્યકર્તાઓ સાથે કહો દિલ સે ફિર સે સી.આર.પાટીલ, મેં ભી હૂં ચોકીદાર તથા હર હર મોદી- ઘર ઘર મોદીના નારા-બેનરો અને ઢોલનગારા સાથે સી.આર.પાટીલે જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું. નવસારીના લોકનૃત્ય ઘેરૈયાની સાથે-સાથે ભવ્ય વિજયરથમાં સી.આર.પાટીલ દ્વારા કાઢવામાં આવેલી અંદાજે દોઢ કિલોમીટર લાંબી આ સરઘસ રેલી સવારે જ નવસારી જિલ્લા ક્લેકટર કચેરીએ પહોંચી હતી જ્યાં નામાંકન બાદ સી.આર. પાટીલે બપોરે લુન્સીકુઈ ખાતે પોતાના ભવ્ય ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કર્યો હતો.

