જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તેજા મુફ્તીની ધરપકડ કરવામાં આવી છે. ઇલ્તેજાને તેમના જ ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ઇલ્તેજા દક્ષિણ કાશ્મીરમાં તેમના નાના અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મોહમ્મદ સઇદની કબર પર જઇ રહ્યા હતા, પરંતુ તેમની જ ઘરે જ અટકાયત કરવામાં આવી હતી. જોકે કાશ્મીર પોલીસ દ્વારા આ દાવાનો નકારી દેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે રાજ્યમાંથી આર્ટીકલ 370 હટાવ્યા પછી કેન્દ્ર સરકાર ત્યાંના રાજકીય નેતાઓને નજરકેદમાં રાખ્યા હતા, જેમાં મહેબૂબા મુફ્તી પણ સામેલ છે. આ દરમિયાન માતાનું ટ્વિટર હેન્ડલ કરતા ઇલ્તેજા સતત આ મુદ્દે સવાલ ઉઠાવી રહ્યા હતા અને કેન્દ્ર સરકારનો વિરોધ કરી રહ્યા હતા.
આ દરમિયાન તેમણે માતાની તબિયતને લઇને પણ માંગ કરી હતી કે તેમને ગેસ્ટ હાઉસમાં રાખવાને બદલે અન્ય કોઇ જગ્યા પર સુઘડ વ્યવસ્થા કરવામાં આવે.
ઇલ્તેજાએ શ્રીનગરના ડિપ્ટી કમીશનરને પત્ર લખ્યા હતો કે નજરકેદમાં રાખવા દરમિયાન માતા મહેબૂબા મુફ્તીને કંઇ થાય છે તો એના માટે કેન્દ્ર સરકાર જવાબદાર રહેશે. જેની જાણકારી તેમણે ટ્વિટર પણ આપી હતી.

