નવા વર્ષ 2020ની શરુઆતમાં જ મોદી સરકાર એક ક્લિક કરીને દેશના 6 કરોડ ખેડૂતોને 12000 કરોડ રુપિયાનો ભેટ આપી છે. કર્ણાટકના તુમકુરમાં આયોજીત એક ખેૂત સંમેલનમાં પીએમ મોદીએ આ ભેટ આપી હતી. આ પૈસા પીએમ ખેડૂત સન્માન નિધિ સ્કીમના બીજા તબક્કાનો પહેલા હપતા તરીકે મોકલામાં આવ્યો છે. પીએમ મોદીએ આ યોજના હેઠળ દેશના ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા.
આ અવસરે પીએમ મોદીએ જણાવ્યું કે પહેલા કહેવત હતી કે દિલ્હીથી મોકલવામાં આવેલા એક રુપિયામાંથી લાભાર્થી સુધી 15 પૈસા જ પહોંચતા હતા, પરંતુ હવે સોએ સો ટકા રુપિયા તેમની સુધી પહોંચી રહ્યા છે.
પીએમ મોદીએ જણાવ્યું કે જે સરકારોએ આ યોજના લાગુ ન હોતી કરી, એ પણ વિચારશે કે આ દેશની યોજના છે અને એનાથી ખેડૂતોને ફાયદો થઇ રહ્યો છે.
જાણો યોજનાના ફાયદા કોને મળી શકશે:
-આ યોજનામાં ખેડૂત એમપી, એમએલએ, મંત્રી કે મેયરને લાભ નહીં મળે.
-કેન્દ્ર કે રાજ્ય સરકારમાં અધિકારી અને 10 હજારથી વધારે પેન્શન મેળવતા ખેડૂતોને લાભ નહીં મળે.
-આ યોજનામાં વ્યાવસાયિક, તબીબ, એન્જિનીયર્સ, સીએ, ધારાશાસ્ત્રી, આર્કિટેક્ટ વગેરે ખેતી કરતા હશે તો પણ તેઓને લાભ નહી મળે.
-ગત નાણાકીય વર્ષમાં આવકવેરો ભરનારા ખેડૂતો આ લાભથી વંચિત રહેશે.
-વડાપ્રધાન ખેડૂત સન્માન યોજનાના પહેલા તબક્કામાં 87 હજાર કરોડ રુપિયાનું બજેટ હતું, પરંતુ કેટલાક રાજ્યોને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો નથી, જેથી -તેનુ બજેટ ઘટાડીને 55 હજાર કરોડ રુપિયા કરવામાં આવી શકે છે.
-આ યોજના હેઠળ લાભાર્થી દરેક ખેડૂત પરિવારને વાર્ષિક 6000 રુપિયા મળતા રહેશે. દેશમાં 14.5 કરોડ ખેડૂત પરિવાર છે.

