આ હોટલમાં આજની રાત વિતાવશે ટ્રમ્પ-મેલાનિયા, જુઓ કેવો છે અંદરનો નજારો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

દુનિયાના સૌથી તાકતવર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસ માટે ભારતની મહેમાનગતિ માણવા આવ્યા છે. આજની રાત તેઓ દિલ્હીમાં વિતાવશે ચાણક્યપુરીની ITC Maurya હોટલમાં ઉતારો આપવામાં આવ્યો છે. આ હોટલમાં તેમના માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રિપોર્ટ અનુસાર હોટલના ચાણક્ય સ્યુટમાં ઉતરનારા ટ્રમ્પ ચોથા રાષ્ટ્રપતિ છે.

આ પહેલા બિલ ક્લિંટન, જ્યોર્જ ડબલ્યુ બુશ અને બરાક ઓબામા પણ આ જ હોયલમાં આ પહેલા રહી ચુક્યા છે. લક્ઝરી હોટલના 14માં માળે આ સ્યુટ આવેલો છે.

હોટલના આ ગ્રાંડ પ્રેસિડેંશિયલ સ્યુટમાં ખાસ આર્ટવર્ક કરવામાં આવ્યુ છે જ્યાં ખાસ રિસેપ્શન, લિવિંગ રૂમ, સ્ટડી, પ્રાઇવેટ ડાઈનિંગ રૂમ, મિની સ્પા અને જિમ જેવી સુવિધાઓથી સજ્જ છે. ટ્રમ્પની સાથે પુત્રી ઇવાંકા અને જમાઈ જે કુશર પણ આ જ હોટલમાં ઉતરશે. આ ભારતની એકમાત્ર એવી હોટલ છે જેનું ઉનડોર એર ક્વોલિટી WHOના સ્ટાન્ડર્ડનું છે. એક રિપોર્ટ અનુસાર હોટલમાં પહેલા જ પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવ્યુ છે. ડાયટ કોક, ચેરી વેનિલા આઇસ્ક્રીમ સ્ટોર કરી લેવામાં આવ્યા છે. ITC Maurya હોટલનો આ ગ્રાન્ડ સ્યુટ 4600 સ્કેરફૂટનો છે. એક રાત્રી રોકાણનો ખર્ચ 8 લાખ રૂપિયા છે. દુનિયાની સૌથી લક્ઝરી હોટલમાં તેનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ વખતે તેના પરિવાર સાથે ભારતમાં આવ્યા છે.