અરુણ જેટલીના પરિવારે રાજ્યસભા સભાપતિને પત્ર લખીને પેન્શન રાજ્યસભાના એ કર્મચારીઓને દાન આપવા કહ્યું જેમની સેલેરી ઓછી છે. જેટલીના પરિવારે પેન્શન લેવાની ના પાડી છે. પરિવારે આ નિર્ણય લીધા બાદ રાજ્યસભાને ઓછી સેલેરી વાળા કર્મચારીઓમાં આ અંદાજે 3 લાખની રકમ વહેંચી દેવાનો ઉલ્લેખ પત્ર દ્વારા કર્યો છે.ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનું લાબી બિમારી બાદ 23 ઓગસ્ટે એમ્સમાં 66 વર્ષની વયે નિધન થયું હતું. શ્વાસ લેવામાં તકલીફ પડ્યા બાજ જેટલીને 9 ઓગસ્ટે એમ્સમાં એડમિટ કરવામાં આવ્યા હતા. અરુણ જેટલીની ગણતરી દેશના દિગ્ગજ વકીલોમાં થતી હતી. તેમની દોસ્તી પક્ષ અને વિપક્ષ બંને પ્રકારના લોકોની સાથે હતી. પોતાના વિરોધીઓમાં પણ તેઓ એટલા જ પ્રિય હતા જેટલા સમર્થકોમાં. અરુણ જેટલીના નિધન સમયે પીએમ મોદી વિદેશ પ્રવાસે હતા. યૂએઈમાં પીએમ મોદીએ કહ્યું કે આજે મને મારા મિત્ર જેટલીને ખોવવાનું દુઃખ છે. હું તેમને ઘણા લાંબા સમયથી ઓળખતો હતો.
પીએમ મોદીએ કહ્યું કે તેઓ કોઈ પણ મુદ્દાને સારી રીતે વિસ્તારથી સમજતા. રાજનીતિમાં તેમની સમાંતર આવી શકે તેવા લોકો ઘણા ઓછા છે. તેઓએ સારું જીવન જીવ્યું અને પોતાની અગણિત યાદો અમારા માટે મૂકી ગયા છે.
ગંગામાં વિસર્જિત કરાઈ હતી અસ્થિઓ
પૂર્વ નાણાંમંત્રીની અસ્થિઓ 26 ઓગસ્ટે હરિદ્વારમાં વિસર્જિત કરવામાં આવી હતી. અહીં દરેક વિધિવિધાન સાથે અરુણ જેટલીને ગંગામાં વિસર્જિત કરવામાં આવ્યા. અસ્થિ વિસર્જન સમયે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત પણ હાજર રહ્યા હતા.