મોદી સરકાર એન્જિનિયરિંગ, ફાર્મસી, નર્સિંગ, હોટલ મેનેજમેન્ટ, આર્ટ્સ, ક્રાફ્ટ અને ડિઝાઇન અને મેડિકલ વિદ્યાર્થીઓને ભણતર માટે 3 લાખ સુધીની મદદ કરી રહી છે. સરકાર જમ્મુ-કાશ્મીરના યુવાનો સારો અભ્યાસ કરી દેશના વિકાસમાં યોગદાન આપી શકે તે માટે શિક્ષણમાં ઘણા પૈસા ખર્ચ કરી રહી છે. બીજા પ્રદેશો કરતા અહીના યુવાનો પર સરકાર વધારે ફોકસ કરી રહી છે. જેથી તે સારો અભ્યાસ કરી દેશના વિકાસમાં યોગદાન આપે. તેમને ટેક્નિકલ એજ્યુકેશન માટે સરકાર નાણાંકીય મદદ કરશે. આ વિદ્યાર્થીઓને મળશે લાભ સરકાર એન્જિનિયરિંગ, ફાર્મસી, નર્સિંગ, હોટલ મેનેજમેન્ટ, કેટરિંગ ટૅક્નૉલોજી, આર્કિટેક, આર્ટસ, ક્રાફ્ટ એન્ડ ડિઝાઈન, મેડિકલ અને જનરલ ઍજ્યુકેશન માટે જમ્મુ-કાશ્મીરના સ્ટુડન્ટ્સને PMSSS યોજના હેટલ ત્રણ લાખની મદદ કરવામાં આવશે. જોકે, આ સ્કિમનો ફાયદો એવો સ્ટુડન્ટ્સ પણ ઉઠાવી શકે છે, જે એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીમાં ગ્રેજ્યુએશન કરવા માંગે છે અથવા જે ડિપ્લોમા હોલ્ડર છે અને BE/B.TECHના બીજા વર્ષમાં દાખલો લેવા માંગે છે. PMSSS હેટલ એકેડેમિક સેશન 2019-20માં 12મા ધોરણ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. એન્જિનિયિરિંગ, ફાર્મસી, મેડિકલ, નર્સિંગ, આર્કિટેક, HMCTના વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ ઉઠાવી શકશે. જમ્મુ-કાશ્મીર બૉર્ડ અથવા પછી જમ્મુ-કાશ્મીર સ્થિત સીબીએસઈ બૉર્ડથી 12 પાસ હોવા જોઈએ. એન્જિનિયિરિંગ, ફાર્મસી, નર્સિંગ, આર્કિટેક, HMCT ઉમેદવારને 1 લાખ 25 હજારની સહાયતા રકમ મળશે. જ્યારે મેડિકલના વિદ્યાર્થીને 3 લાખની સહાયતા રકમ મળશે. વર્ષ 2017-18 બાદ ડિપ્લોમા પાસ કરેલ હોય તેમને તેમને આ સ્કિમ હેઠળ 1 લાખ 25 હજાર સુધીની સહાયતા રકમ આપવામાં આવી શકે છે. આ સ્કૉલરશિપ સાથે જોડાયેલી ડિટેલ ચેક કરવા માટે ઉમેદવારે ઑફિશિયલ વૅબસાઈટ https://www.aicte-jk-scholarship-gov.in/ પર જઈ ઑનલાઈન અરજી કરવી પડશે.
