વધુ એક પૂર્વ કોંગ્રેસ CMની વધી શકે મુશ્કેલી, હાઇકોર્ટે CBIને એફઆરઆઇની આપી મંજૂરી

મુખ્ય સમાચાર રાજકીય

કોંગ્રેસના વધુ એક પૂર્વ મુખ્યમંત્રીની મુશ્કેલીઓ વધી
પૂર્વ સીએમ હરીશ રાવત વિરુદ્ધ નૈનીતાલ હાઇકોર્ટનો એક્શનનો નિર્દેશ સીબીઆઇને રાવત વિરુદ્ધ એફઆઇઆર નોંધાવવાની મંજૂરી આપી
આ મામલો 2016માં સ્ટિંગ વીડિયો સાથે જોડાયેલો છે. કોર્ટે કહ્યું કે સીબીઆઇ રાવત વિરુદ્ધ તપાસ કરી શકે છે, પરંતુ તે એમની કોર્ટનો નિર્ણય આવે ત્યાં સુધી ધરપકડ કરી શકશે નહીં.

સ્ટિંગ સીડી મામલામાં ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત વિરુદ્ધ સીબીઆઇએ ઉત્તરાખંડ હાઇકોર્ટમાં તપાસ રિપોર્ટ દાખલ કર્યો હતો. નોંધનીય છે કે હરીશ રાવતે કથિત સ્ટિંગની સીડીમાં લેણ-દેણની વાત કરતા બતાવવામાં આવ્યા છે.

પૂર્વ મુખ્યમંત્રી રાવતે સ્ટિંગમાં પોતાની અવાજ હોવાની વાત માની હતી પરંતુ સાથે એમ પણ કહ્યું હતું કે વીડિયોનો એક હિસ્સો બતાવાઇ રહ્યો છે. જે સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયો છે.

શું છે મામલો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવત વિરુદ્ધ ધારાસભ્યોની કથિત ખરીદીના આરોપ લાગ્યા છે. વર્ષ 2016માં એક ખાનગી સમાચાર ચેનલે હરીશ રાવતનું સ્ટિંગ ઓપરેશન પણ કર્યું હતું. ત્યારબાદ ઉત્તરાખંડમાં કોંગ્રેસ સરકાર પડી ગઇ અને સરકાર તુટી પડ્યા બાદ રાજ્યપાલની સંસ્તુતિથી હરીશ રાવત વિરુદ્ધ સીબીઆઇએ તપાસ શરૂ કરી હતી.