જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરનારી 12 અપીલો પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. આ દરમિાયન સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરની હોસ્પિટલ્સ અને અન્ય મેડિકલ સંસ્થાઓમાં લેન્ડ લાઈન અને હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવા માટે આદેશ આપ્યો છે. આ સાથે જ રાજ્યમાં ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ બંધ હોવાના કારણે કેન્દ્રને પણ નોટિસ ફટકારી છે.
સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર સાથે સંકળાયેલા તમામ મામલાઓને બંધારણીય બેંચ પાસે મોકલી આપી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસ પર દરરોજ ચાલી રહેલી સુનાવણીના કારણે જમ્મુ-કાશ્મીરના મામલાઓમાં સુનાવણી કરવા માટે તેમની પાસે પૂરતો સમય નથી.
આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાને નજરકેદ કર્યા વિરુદ્ધની અપીલ પર સુપ્રીમ કોર્ટે આદેશ જાહેર કરીને સુનાવણી કરવાની ના પાડી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે વાઈકોની અપીલમાં PSAને ચેતવણી આપવામાં આવી નથી. આ અપીલ પર ગઈ વખતની સુનાવણી દરમિયાન સરકારે નોટિસ જાહેર કરીને જવાબ માગ્યો હતો. આ અપીલ રાજ્યસભા સાંસદ વાઈકોએ દાખલ કરી હતી.

