મુંબઈના સ્લમ વિસ્તાર ધારાવીમાં બુધવારે વધુ પાંચ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ સાથે જ ઝુપડપટ્ટી વિસ્તારમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા 60ને આંબી ગઈ હોવાનું બીએમસીના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
ધારાવમીમાં થયેલા કુલ પાંચ કેસ પૈકી ત્રણ પુરૂષ અને બે મહિલા છે જે મુકુંદ નગર વિસ્તારમાં રહે છે. આ તમામનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ધારાવી અત્યંત ગીચ વિસ્તાર છે અને ત્યાં કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા તેમજ સ્નેહીજનોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને હાલ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હોવાનું બીએમસીના અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું. ધારાવીમાં અત્યાર સુધીમાં કોરોનાની લપેટમાં આવ્યા બાદ સાત દર્દીઓએ દમ તોડ્યો છે.

