ઈમરાન ખેડાવાલા સાથે ગઈકાલે થયેલી મિટિંગ અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આજે CM વિજય રૂપાણી સેલ્ફ આઈસોલેટ થયા છે. તેઓ તેમના બંગલા નંબર 26માં 14 દિવસ માટે હોમ ક્વોરન્ટીન થયા છે.
ઈમરાન ખેડાવાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમનો ભત્રીજો અને ડ્રાઈવર હોમ ક્વોરન્ટીન થયા છે. જ્યારે MLAના સંપર્કમાં આવેલા 30 લોકોના સેમ્પલ લેવાયા હતા. જેમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું પણ સેમ્પલ લેવાયું છે. ગુજરાતમાં કોરોના પોઝિટિવના દર્દીઓમાં 56 નોંધાયા જેમાં અમદાવાદમાં સૌથી વધુ 42 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં પોઝિટિવ કેસોનો આંકડો 695 કેસ થયા છે. આજે કોરોનાના કારણે બે દર્દીના મોત થયા છે. જેમાં વડોદરામાં 14 વર્ષીય બાળકી અને સુરતમાં 45 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું હતું.

