અમદાવાદમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 42 કેસો સામે આવ્યા છે. આ સાથે અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 404 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમા 14 લોકોના મોત નિપજ્યા છે અને 14 લોકો સાજા થઈને ઘરે પરત ગયા છે. આજના 42 કેસોમાં 24 પુરુષ તેમજ 18 મહિલાઓ છે.
કોટ વિસ્તારમાં જવાના તમામ રસ્તા પર બેરીકેડ લગાવી બ્લોક કરી દેવામાં આવ્યાં
રાજ્યમાં કોરોના કેસો સૌથી વધુ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. કોટ વિસ્તાર અને દાણીલીમડામાં કેસોની સંખ્યા વધુ હોવાથી આજથી કોટ વિસ્તાર અને દાણીલીમડા સહિત 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરફ્યુ લગાવવામાં આવ્યો છે. વહેલી સવારથી સ્થાનિક પોલીસ અમે RAF, BSFની ટીમોએ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. કોટ વિસ્તારમાં જવાના તમામ રસ્તા પર બેરીકેડ લગાવી બ્લોક કરી દેવામાં આવ્યા છે. કોટ વિસ્તારમાં અંદરના ભાગમાં પોલીસ ચુસ્ત પેટ્રોલિંગ કરી રહી છે. સવારથી કોઈ વ્યક્તિ બહાર જોવા મળી નથી.

