કોરોના વાયરસે ભારતમાં ચિંતાજનક સ્થિતિ પેદા કરી છે. અહીં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો નોંધવામાં આવી રહ્યો છે. જેના લીધે સરકાર પણ લોકડાઉન જેવા પગલા ઉઠાવી રહી છે.
કોરોના વાયરસની દેશવ્યાપી અસર જોવા જઇએ તો અત્યાર સુધી કુલ 283 પોઝિટીવ કેસો સામે આવી ચૂક્યા છે. આ આંકડો 21 માર્ચ 2020ની સાંજ 4.45 વાગ્યા સુધીનો દર્શાવે છે. કોરોના વાયરસના કુલ 283 પોઝિટીવ કેસો પૈકી 256 કેસો સક્રિય સ્થિતિમાં છે, એટલે કે કુલ કેસો પૈકી 22 દર્દીઓ સારવાર દરમિયાન સ્વસ્થ થયા છે અને હોસ્પિટલમાંથી રજાની મંજૂરી પણ આપવામાં આવી છે. અત્યાર સુધી કોરોના વાયરસના ચાર દર્દીઓ દમ તોડી ચૂક્યા છે. જ્યારે એક કેસ દેશ છોડી ચૂક્યો છે.
દેશભરમાંથી સામે આવેલા કુલ કેસોમાં 39 વિદેશી નાગરિકો પણ સામેલ છે. જો રાજ્યસ્તરે જોઇએ તો આ વિદેશી નાગરિકોમાંથી 14 હરિયાણામાં સ્પોટ થયા હતા. જ્યારે 11 તેલંગાણામાં, સાત વિદેશી નાગરિકો કેરળમાં, મહારાષ્ટ્રમાં ત્રણ, રાજસ્થાનમાં બે, દિલ્હીમાં 1 અને ઉત્તર પ્રદેશમાં એક વિદેશી નાગરિક કોરોના વાયરસથી પોઝિટીવ સ્પોટ થયા હતા.
રાજ્યસ્તરે કોરોના વાયરસના પોઝિટીવ કેસોની જાણકારી મેળવીએ તો દેશના ઉત્તર-પૂર્વ રાજ્યોમાં પંજાબમાં 13 પોઝિટીવ કેસો અને એક દર્દીની મોત થઇ ચૂકી છે. જમ્મુ-કાશ્મીરમાં ચાર, લદાખમાં 13, ઉત્તરાખંડમાં 3, હિમાચલ પ્રદેશમાં 2, દિલ્હીમાં 26 કેસો અને એક મોત, ઉત્તર પ્રદેશમાં 24, ચંદીગઢમાં 1 કેસ સામે આવી ચૂક્યો છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં 3, હરિયાણામાં 17, રાજસ્થાનમાં 17, ગુજરાતમાં 7, મહારાષ્ટ્રમાં 63 અને એક મોત, કર્ણટકમાં 15, ઓડિશામાં 2, છત્તીસગઢમાં 1, તેલંગાણામાં 21, આંધ્ર પ્રદેશમાં 3, કેરળમાં કુલ 40, તમિલનાડૂમાં 3 અને પૂડુચેરીમાં 1 પોઝિટીવ કેસ સામે આવી ચૂક્યો છે.
આ માહિતી સ્વાસ્થ અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવી છે.