બ્રિટનમાં માત્ર કુશળ અને શિક્ષિતો ને જ વિઝા : અરજદારે 70 પોઇન્ટ મેળવવા પડશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

બ્રિટનમાં આવવા ઇચ્છતા લોકો માટે નવી પોઇન્ટ સીસ્ટમ દાખલ કરવામાં આવી હોવાનું ગૃહ મંત્રી  પ્રિતિ પટેલે આજે કહ્યું હતું. નવી પોઇન્ટ સીસ્ટમને ખુલ્લી મુકતા પટેલે કહ્યું હતું કે   ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી પ્રતિશાળી અને શ્રેષ્ઠ લોકોને આકર્ષવા માટે અમે આ સીસ્ટમ શરૂ કરી છે.

સસ્તા મજુરોને બદલે શિક્ષ્ણ અને  હોંશિયાર લોકોને બ્રિટનમાં આવકારીશું.પહેલી જાન્યુઆરીએ બ્રિટન યુરોપીયન સંઘમાંથી છુટો પડશે ત્યાર પછી આ સીસ્ટમ અમલી બનશે.નવી સીસ્ટમ હેઠળ યુકે આવનારને અંગ્રેજી ભાષા આવડવી  જોઇએ અને કોઇ માન્ય સ્પોન્સર તરફથી જોબ ઓફર પત્ર હશે તેને 50 પોઇન્ટ મળશે.

યુકેમાં રહેવા અને કામ કરવા માટે કુલ 70 પોઇન્ટ મેળવવા પડશે જેમાં ઉચ્ચ લાયકાત, ઓફર કરાયેલો પગાર અને અછત ધરાવતા સેકટરને ગણતરીમાં લેવાશે. આ વિભાગમાં શૈક્ષણિક, વિજ્ઞાાન અને આઇટીમાં પ્રાથમિકતા અપાશે, એમ પટેલે કહ્યું હતું.

દેશે અત્યાર સુધી સસ્તા મજુરો લાવવા માટે તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ હવે થી માત્ર કુશળ અને પ્રતિશાળી વ્યવસાયીઓને જ પ્રાથમિકતા અપાશે. આ નિયમ યુરોપીયન સંઘના તેમજ વિશ્વના અન્ય દેશોના નાગરિકો માટે એકસમાન લાગુ પડશે.

શુક્રવારથી શરૂ થનારી ગ્લોબલ ટેલેન્ટ સ્કીમ આગામી વર્ષથી યુરોપીયન સંઘના નાગરિકો માટે લાગુ પડશે જેમાં નોકરીની ઓફર સાથે ઉચ્ચ લાયકાત ધરાવતા વૈજ્ઞાાનિકો અને સંશોધકોને પ્રાથમિકતા અપાશે.બ્રિટનમાં રહેવા અને કામ કરવા માટે ડીગ્રી લેવલને બદલે ‘એ’લેવલ અથવા તેની સમકક્ષ લાયકાત હોવી જરૂરી છે.

 વિદ્યાર્થીઓ માટે પણ પોઇન્ટ બેઝ્ડ સીસ્ટમ જ અમલી બનશે. યુકેમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ દર્શાવવું પડશે કે તેમને બ્રિટનની પ્રતિષ્ઠીત શિક્ષણ સંસ્થામાં પ્રવેશ મળ્યો છે અને તેઓ નાણાકીય રીતે સધ્ધર તેમજ  આત્મનિર્ભર છે.

ઉપરાંત તેઓ અંગ્રેજી ભાષા પર સારો પ્રભુત્વ ધરાવે છે.કૃષિ ક્ષેત્ર માટે સીઝનલ વર્કર્સ પાયલોટનેો વ્યાપ વધારવામાં આવશે અને પાક લણવાની સીઝનમાં દસ હજાર કૃષિ મજુરોને વિઝા અપાશે. યુરોપીયન સંઘ અને જેમને બ્રિટનમાં પ્રવેશ માટે વિઝા લેવાની જરૂર પડતી નથી તેવા (નોન વિઝા નેશનલ)દેશના નાગરિકોને છ મહિના બ્રિટનમાં રહેવું હોય તો વિઝા લેવાની જરૂર રહેશે નહીં.

ભારતીય ઉદ્યોગ જગત અને વિદ્યાર્થી આલમે બ્રિટનની નવી પોઇન્ટ સીસ્ટમને આવકારી

બ્રિટનના વિદ્યાર્થી જુથો અને વેપાર જગતે બ્રિટનની નવી પોઇન્ટ સીસ્ટમને આવકારી હતી. બ્રિટનના ગૃહ મંત્રી પ્રિતિ પટેલે સમગ્ર વિશ્વમાંથી પ્રતિભાશાળી અને શ્રેષ્ઠ લોકોને બ્રિટનમાં આવવા આમંત્રણ આપ્યું હતું.’

અમે હોમ ઓફિસની નવી સીસ્ટમને આવકારીએ છીએ. નવી સીસ્ટમમાં કુશળતા, પગાર અને અંગ્રેજી ભાષાના આધારે જ બ્રિટનમાં પ્રવેશ આપવાની શરત મૂકવામાં આવી છે તેનાથી પ્રતિભાસપન્ન લોકો જ બ્રિટન આવશે’એમ કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝના યુકે-ઇન્ડિયા બિઝનેસ ફોરમના ચેરમેન જીમ બ્લીગે કહ્યું હતું.

‘વેપાર માટે જરૂરી છે કે રોજગાર દાતાઓ માટે સીસ્ટમ જાળવે, ખાસ તો યુકેના ગ્રોથ અને રૂપાંતરણ માટે ટુંકા ગાળા માટે ઉચ્ચ પ્રતિભાશાળી લોકોને લાવનાર લોકો માટે આ એક શ્રષ્ઠ તક છે.ઉપરાંત આખા વિશ્વમાંથી યોગ્ય અને ખાસ કૌશલ્ય ધરાવતા લોકો માટે પગાર એ કોઇ રૂકાવટ ન બને તે ખૂબ જ જરૂરી છે’એમ તેમણે કહ્યું હતું. ભારતીય વ્યવસાયીઓ માટે પગારની મર્યાદા લાભદાયી સાબીત થાય એવું લાગે છે. 

આમ પણ યુરોપીયન સંઘની બહારના દેશોના નાગરિકોને સૌથી વધુ વિઝા અપાયા હોય તો તે છે ભારત.યુકે કારીગરોની સૌથી મોટા સંખ્યા ભારતીયોની જ છે.ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ,યુકે.ના ચેરપર્સન બેરોનેસ ઉષા પરાશરે કહ્યું હતું  લાંબા સમયની અમારી જે માગ હતી તે આના દ્વારા પુરી કરાશે.