કિસાન ક્રેડિટ કાર્ડ : મોદી સરકાર બજેટમાં ખેડૂતોને આપી શકે છે મોટી ભેટ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

જૂલાઈમાં પ્રસ્તુત થનારા કેન્દ્રીય બજેટમાં મોદી સરકાર ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે. મોદી સરકાર એવી જાહેરાત કરી શકે છે જેનાથી ખેડૂતોને કરજથી રાહત મળી શકે છે. મોદી સરકાર ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત રૂ. એક લાખનું દેવું વગર વ્યાજે આપી શકે છે. ભાજપે લોકસભાની ચૂંટણી દરમિયાન ખેડૂોને વાયદો કર્યો હતો. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં પણ કિસાન ક્રેડિટ કાર્ડનો ઉલ્લેખ હતો. ભાજપે કહ્યું હતું કે સત્તામાં પરત ફરશે તો ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપશે.

ઉલ્લેખનીય છે કે સરકાર હાલમાં કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેતી માટે રૂ. 3 લાખની લોન આપે છે. આ લોન યોગ્ય સમયે ચુકવવામાં આવે તો 4 ટકા વ્યાજે મળે છે. ખેડૂતોની સૌથી વધુ મોત દેવું ન ચુકવી શકવાની સ્થિતીમાં થઈ રહી છે. સંસદમાં એનએસએસઓના માધ્યમથી રજૂ કરવામાં આવેલા અહેવાલમાં ઉલ્લેખ હતો કે દેશના ખેડૂતો પર એવરેજ રૂ. 47 હજારનું દેવું છે. જ્યારે ખેડૂતો પર એવરેજ રૂ. 12130 રૂનું દેવું સાહુકારોનું છે.